શાહરૂખના દીકરા સાથે ઝડપાયેલી આ યુવતી છે મધ્યપ્રદેશના બિઝનેસમેનની પુત્રી, દિલ્હીમાં શું કરે છે ?
મુનમુન ધમેચાની વાત કરીએ તો આર્યન ખાનની સારી એવી દોસ્ત છે અને તે એક ફેશન મૉડલ છે. ડ્રગ્સ કેસમાં અત્યારે એનસીબીએ તેની ધરપકડ કરી લીધી છે.
નવી દિલ્હીઃ બૉલીવુડમાં હાલમાં ડ્રગ્સ કેસને લઇને ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. 2 ઓક્ટોબર, 2021એ નશીલી દવાઓ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી થઇ છે, નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો - એનસીબીએએ કૉર્ડેલિયા ક્રૂઝ જહાજ પર એક રેવ પાર્ટી પર દરોડા પાડીને ડ્રગ્સ પાર્ટીનો ભાંડાફોડ કર્યો છે. આ ડ્રગ્સ વાળી રેવ પાર્ટી બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના (Shah Rukh Khan) દીકરા આર્યન ખાન (Aryan Khan)ની સાથે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક નામ હતુ મુનમુન ધમેચા. હાલમાં મુનમુન ધમેચાનુ નામ સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચાએ ચઢ્યુ છે, જાણો કોણ છે મુનમુન ધમેચા...
મુનમુન ધમેચાની વાત કરીએ તો આર્યન ખાનની સારી એવી દોસ્ત છે અને તે એક ફેશન મૉડલ છે. ડ્રગ્સ કેસમાં અત્યારે એનસીબીએ તેની ધરપકડ કરી લીધી છે. મુનમુન ધમેચા અને આર્યન ખાન મિત્રો છે, પરંત તેનાથી આગળ તેમની વચ્ચે બીજો શો સંબંધ છે તે બહાર નથી આવ્યુ.
આ ઉપરાંત મુનમુન ધમેચા વિશે મળેલી માહિતી પ્રમાણે, 23 વર્ષીય આ ફેશન મૉડલ મૂળ મુંબઇની છે. રિપોર્ટ પ્રમાણે, મુનમુન ધમેચા મધ્યપ્રદેશના એક મોટા બિઝનેસમેનની દીકરી છે, અને દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી મૉડેલિંગનુ કામ કરી રહી હતી. મુનમુન સિંધી સમાજમાંથી આવે છે. આર્યન ખાન અને મુનમુન ધમેચા રેવ પાર્ટીમાં સાથે દેખાતા બન્ને વચ્ચેના સંબંધો વિશે અનેક પ્રકારની અટકળો પણ વહેતી થઇ છે.
આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધમેચા, નુપૂર સારિકા, ઇસમીત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર, ગોમિત ચોપડાનુ નામ સામેલ છે. એનસીબી અનુસાર અત્યાર સુધી 3 ગ્રામ કોકીન, 21 ગ્રામ ચરસ, 5 ગ્રામ એમડી અને 22 એમડીએમએ ગોળી જપ્ત કરવામાં આવી છે. આ તમામને 4થી ઓક્ટોબરે મુંબઇની એક કોર્ટમાં હાજર કરવામાં આવશે, આ પહેલા તમામનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે.