Photo Viral : 'તારક મહેતા'ની સોનુએ કયા એક્ટર સાથે કરી ખરાબ રીતે મસ્તી, બન્ને વચ્ચે શું છે રિલેશન, જાણો વિગતે
તારક મહેતાની જુની સોનુ ઉર્ફે નિધિ ભાનુશાળીએ તાજેતરમાં શોના 'ગોલી' સાથેની એક ખાસ તસવીર શેર કરી છે,
મુંબઇઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોના દિલોમા પોતાની ખાસ જગ્યા બનાવી ચૂકી છે. આ સિટકૉમના કલાકારોની ફેન ફોલોઇંગનો આલામ એ છે કે શૉ છોડ્યા બાદ પણ લોકો તેની લાઇફમાં શું ચાલી રહ્યું છે એ જાણવા ઇચ્છતા હોય છે. આ બધાની વચ્ચે જુની સોનુ એટલે કે નિધિ ભાનુશાળીના ફેન્સ ચોંક્યા છે, કેમ કે નિધિએ તેની એક ખાસ તસવીર શેર કરી છે. 'સોનુ' (Sonu) એટલે કે નિધિ ભાનુશાલી (Nidhi Bhanushali) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરોથી હંગામો મચાવે છે.
તારક મહેતાની જુની સોનુ ઉર્ફે નિધિ ભાનુશાળીએ તાજેતરમાં શોના 'ગોલી' સાથેની એક ખાસ તસવીર શેર કરી છે, જેને જોને બધા ચોંકી રહ્યાં છે, ખરેખરમાં ગોલી અને સોનુ તારક મહેતા શૉ પહેલાના જુના દોસ્ત છે. ગોલી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં 'ડોક્ટર હાથી' (Doctor Hathi)ના દીકરા તરીકે કેરેક્ટર પ્લે કરી રહ્યો છે, ગોલીનુ અસલી નામ કુશ શાહ (Kush Shah) છે. કુશ અને નિધિ બહુ જુના મિત્રો છે.
નિધિએ શેર કરેલી તસવીરમાં જોઇ શકાય છે કે બન્ને મસ્તીના મૂડમાં છે. બન્નેના ચહેરોઓ આ ભાવ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે. નિધિ ભાનુશાલી (Nidhi Bhanushali) ગોલીના ખભા પર હાથ મૂકી રહી છે. કુશના હાથમાં ઝાડુ છે. કુશ શાહના ચહેરા પર એક વિચિત્ર પરેશાની દેખાય છે. તસ્વીર શેર કરતા નિધિ ભાનુશાળીએ લખ્યું - 'The end of things'. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચાહકો મજાની ટિપ્પણી કરી રહ્યા છે.
View this post on Instagram