શોધખોળ કરો
Xiaomiએ બજેટ સ્માર્ટફોન્સ સહિત આ પ્રોડક્ટની કિંમતમાં કર્યો વધારો, જાણો નવી કિંમત

1/4

શિયોમીની 32 ઇંચવાળી Mi LED TV 4C Proનો ભાવ રૂ. 1000 વધારી દીધો છે. જેને ખરીદવા માટે 15,999 રૂપિયા ખર્ચ કરવા પડશે. જો આના 49 ઇંચવાળી ટીવી લેવી હોય તો કસ્ટમરને 31,999 રૂપિયા ખર્ચ કરવા પડશે. જેની કિંમતમાં 2000 રૂપિયાનો વધારો થયો છે.
2/4

નવી દિલ્હીઃ ડોલરની સામે રૂપિયો નબળો પડવાને કારણે ચીનની સ્માર્ટફોન કંપની શાઓમીએ પોતાના બજેટ સ્માર્ટફોન્સ સહિત પાવરબેંક અને Mi TVની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ રેડમી 6, રેડમી 6એ, એમઆઈ પાવરબેંક 2આઈ, અને એમઆઈ ટીવી (32 ઇંચ અને 49 પ્રો વેરિયન્ટ)ની નવી કિંમત 11 નવેમ્બરથી લાગુ થશે. તેના માટે શાઓમીના મેનેજિંગ ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડન્ટ મનુ કુમાર જૈને એક ટ્વિટ પણ કર્યું છે.
3/4

જો તમે Redmi 6Aનો 2GB RAM અને 16GB ઇન્ટરનલ સ્ટોરેજવાળો સ્માર્ટફોન ખરીદવા માંગો છો. તો આ ફોન માટે તમારે હવે 6,599 રૂપિયા આપવા પડશે. જોકે પહેલા આ ફોન 5,999 રૂપિયા હતી. આવી જ રીતે Redmi 6Aની કિંમતમાં 600 રૂપિયાનો વધારો કર્યો છે. જો ગ્રાહકો આ સ્માર્ટફોનનું 2GB RAM અને 32GB સ્ટોરેજવાળા મોડલ ખરીદે છે તો આના માટે 7,499 રૂપિયા આપવા પડશે. જ્યારે આની પહેલા કિંમત 6999 રૂપિયા હતી. એટલે કે આ ફોનની કિમતમાં 500 રૂપિયાનો વધારો કરાયો છે. Redmi 6Aમાં HD+ રિજોલ્યુશનની સાથે 5.45 ઇંચની સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે.
4/4

Redmi 6ના 3GB RAM અને 32GB સ્ટોરેજ વાળા મોડલની કિંમત 8,499 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે લોન્ચિંગ સમયે આ ફોનની કિંમત 7,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનની કિંમતમાં 500 રૂપિયા વધારવામાં આવી છે. Redmi 6માં 5.45 ઇંચની HD+ ફૂલ સ્ક્રીન રિઝોલ્યુશન ડિસ્પ્લે છે. આ ફોનમાં 12MP+5MP રિયર ડુઅલ કેમેરા સેટઅપ છે. આ કેમેરામાં ઓછી લાઇટમાં પણ સારો ફોટો પાડી શકાય છે. Redmi 6નો કેમેરા AIપોર્ટેટ મોડની સાથે આવે છે.
Published at : 13 Nov 2018 08:07 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
દુનિયા
બિઝનેસ
Advertisement