શોધખોળ કરો
લખનૌમાં ઈંટોનો ભઠ્ઠો ધરાવતા વેપારીને ત્યાં IT રેડમાં 100 કિલો સોનું, 10 કરોડ રોકડા મળ્યા, જાણો વિગત

1/5

આવકવેર વિભાગે રસ્તોગી પરિવારે સાથે જોડાયેલા કેટલાક વેપારીઓ અને કર્મચારીઓનું પણ લિસ્ટ બનાવવામાં આવ્યુ છે. તેની આગળની તપાસ થશે. ઇનક ટેક્સ વાળાનું માનીએ તો રસ્તોગી પરિવારનો બિઝનેસ મુંબઇ સુધી ફેલાયેલો છે. એક ટીમ ત્યાં જઇને તપાસ કરશે. આ ઉપરાંત રસ્તોગી પરિવારની જમીન અને પ્રૉપર્ટીના દસ્તાવેજો પણ મળ્યા છે.
2/5

બે દિવસ સુધી ખુણે ખુણા તપાસ્યા. ઇન્કમ ટેક્સના ડેપ્યૂટી કમિશનર જયનાથ વર્માએ જણાવ્યું કે, લગભગ સો કિલો સોનું અને દસ કરોડ રૂપિયા કેસ મળ્યા છે. અને કેટલાય લોકરો વિશે પણ માહિતી મળી છે જેની તપાસ ચાલુ છે.
3/5

કન્હૈયા લાલા રસ્તોગી અને તેમના નાના ભાઇ સંજય રસ્તોગી એન્ડ સન્સના નામથી હવાલા અને જ્વેલર્સનો બિઝનેસ કરતાં હતા. કન્હૈયાની પત્ની અનિતા અને તેના બન્ને પુત્રો ઉમંગ અને તરંગ રસ્તોગી પણ આ કંપનીના ડાયરેક્ટર છે. રસ્તોગી પરિવાર સાથે જોડાયેલી અનેક ફરિયાદો મળી હતી. જે બાદ છ ટીમો બનાવીનો ઇન્કમ ટેક્સ વિભાગે રસ્તોગી પરિવારના આઠ ઠેકાણાંઓ પર રેડ કરી હતી.
4/5

સંજય રસ્તોગીના ઘરેથી લગભગ 12 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું. જોકે વેપારીએ સોનું ખરીદવાનું કોઇ બિલ નથી બતાવી શક્યા ત્યારબાદ ઇન્કમ ટેક્સ ઓફિસરે 31 કરોડ રૂપિયાના સોનાના બિસ્કીટ અને ઘરેણાં જપ્ત કરી લીધા છે.
5/5

નવી દિલ્હીઃ લખનઉમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સૌથી મોટી રેડ કરીને 100 કિલો સોનું અને 10 કરોડ રૂપિયાની કેશ જપ્ત કરી છે. આ રેડ લખનઉના મોટા બિઝનેસ મેન રસ્તોગી બ્રધર્શના ત્યાં પાડવામાં આવી જેમા 36 કલાકની તપાસ બાદ સોનું મળી આવ્યું હતું. આઇટીએ રસ્તોગી બ્રધર્શના ઘર અને ઓફિસમાં 36 કલાક સુધી શોધખોળ કરી અને અંતે રેડમાં સોનાના દાગીના મળ્યા, સોનાના બિસ્કીટ હૉલમાર્કના માર્કાવાળા વેરિફાઇડ હતા, એટલે કે સોનાની શુદ્ધતા 99.9 ટકા હતી.
Published at : 19 Jul 2018 11:15 AM (IST)
Tags :
Income Tax RaidView More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement