શોધખોળ કરો
પતંજલિ ફૂડ પાર્કને લઈ વિવાદનું આ છે અસલી કારણ, જાણો યોગી સરકારથી ક્યાં થઈ ચૂક

1/5

પતંજલિ ગ્રુપના પ્રવક્તા એસ કે તિજારાવાલાના જણાવ્યા મુજબ, નોઈડામાં બનનારા પતંજલિ ફૂડ પાર્કની જમીનના ટાઇટલ સૂટ માટે કેન્દ્ર સરકાર વતી બે વખત નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ યોગી સરકાર વતી પતંજલિને ટાઇટલ સૂટ નથી સોંપવામાં આવ્યું. આ કારણે ઉપરોક્ત સમસ્યા ઊભી થઈ છે. એટલું જ નહીં આ કારણે અન્ય બે ફૂડ પાર્કને લઈ પણ મુશ્કેલી આવી રહી છે.
2/5

આ પ્રોજેક્ટનો ખર્ચ 1600 કરોડ રૂપિયાથી વધારે હતો. ફૂડ પાર્ક 455 એકરમાં સ્થપાવાનો હતો. બાબા રામદેવના દાવા મુજબ ફૂડ પાર્કથી 8000 લોકોને સીધી અને 80,000 લોકોને પરોક્ષ રોજગારી મળવાની આશા હતી. અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે ફૂડ પાર્કનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
3/5

લખનઉઃ ગ્રેટર નોઇડામાં બનનાર પતંજલિ ફૂડ પાર્કને રદ્દ કરવાની વાત કંપનીના એમડી આચાર્ય બાલકૃષ્ણએ મંગળવારે ટ્વિટ કરીને બતાવી હતી. પતંજલિના ફૂડ પાર્કની જમીન રદ્દ થયાના સમાચાર જાહેર થતાં જ રાજકીય ક્ષેત્રે પણ હડકંપ મચી ગયો. ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પતંજલિના એમડી બાલકૃષ્ણનને ફોન કરી વાત કરી છે. સાથો સાથ મુખ્યમંત્રીએ બાલાકૃષ્ણને કહ્યું કે જે પણ ટેકનિકલ સમસ્યા છે તેને દૂર કરી લેવાશે.
4/5

પતંજલિ આયુર્વેદના મેનેજીંગ ડાયરેકટર આચાર્ય બાલકૃષ્ણએ મંગળવારે ટ્વિટ કરીને કહ્યું કે રાજ્ય સરકારના નિરાશાજનક વલણને જોતા અમે ઉત્તર પ્રદેશમાં પ્રસ્તાવિત ફૂડ પાર્કને શિફ્ટ કરી રહ્યા છીએ. આનાથી રાજ્યના ખેડૂતોની સ્થિતિમાં કોઇ સુધારો થવાનો નથી. યુપી સરકારના કર્મચારીઓએ કામ નથી કર્યું તે સાચી વાત છે. તમે અમારી ફાઇલો ચકાસો. તમને ખબર પડી જશે કે સરકાર કામ નથી કરી, માત્ર ધીંગા મસ્તી થઈ રહી છે.
5/5

બાબા રામદેવનું કહેવું છે કે, કેન્દ્ર સરકારના મંત્રાલય ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટ્રીએ મંજૂરી આપી હતી અને જલ્દીથી ત્યાં મેગા ફૂડ પાર્ક સ્થાપવા કહ્યું હતું. પરંતુ યોગી સરકારે તેના પ્રત્યે ઉદાસીનતા ભર્યું વલણ દર્શાવ્યું છે. આ નિર્ણયથી ઉત્તર પ્રદેશના હજારો લોકોને રોજગાર મળવાની આશા ખત્મ થઇ ગઇ.
Published at : 06 Jun 2018 08:17 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
દુનિયા
Advertisement
