શોધખોળ કરો
PM મોદીની આર્થિક સલાહકાર સમિતિના સભ્યએ નોટબંધી લાગુ કરવા પર ઉઠાવ્યો સવાલ, જાણો વિગત

1/4

વડાપ્રધાન મોદીએ 8 નવેમ્બર, 2016નાં રોજ દેશમાં જૂની 1000 અને 500ની નોટો બંધ કરવાની જાહેરાત કરી નોટબંધી લાગુ કરી હતી. તેના સ્થાને 2000 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. તાજેતરના આરબીઆઈના આંકડા મુજબ 8 નવેમ્બર, 2016ના રોજ દેશભરમાં 15.41 લાખ કરોડ રૂપિયાની 1000 અને 500 રૂપિયાની જૂની નોટો ચલણમાં હતી, જેમાંથી 15.31 લાખ કરોડ રૂપિયા બેંકિંગ સિસ્ટમમાં પરત આવી ગયા છે.
2/4

નોટબંધીના ફાયદાનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું, શું તમે નોંધ્યું કે નોટબંધી બાદ કરની આવકમાં વધારો થયો છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, કર પદ્ધતિને વિશેષ કરીને રીયલ એસ્ટેટમાં વધારે તર્ક સંગત બનાવી શકાય છે.
3/4

સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં શમિકા રવિએ કહ્યું કે, નોટબંધીને લાગુ કરવાની રીત નિશ્ચિત સવાલ ઉઠવા લાયક છે. જેમકે અમે 2000 રૂપિયાની નોટ લાવ્યા. જે અમે મોટા મૂલ્યની નોટ હટાવવાના છીએ તેવા તર્કને નકારી કાઢે છે.
4/4

નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નોટબંધી પર તાજેતર એક અહેવાલ આવ્યો હતો. આ અહેવાલમાં જે માહિતી સામે આવી હતી તેના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ વડાપ્રધાન મોદીની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય શમિકા રવિએ નોટબંધી પ્રક્રિયા લાગુ કરવાની રીત પર સવાલ ઉઠાવ્યા છે.
Published at : 02 Sep 2018 07:02 PM (IST)
View More
Advertisement
Advertisement