આ વર્ષે ટાઈમના એડિટર્સે Opentopic અને આઈબીએમના Watson સાથે મળીને ઈંટરનેટ પર આ હસ્તીઓ કેટલા પ્રભાવશાળી છે તે જાણી શક્યા હતા.
2/5
જેને પાછળ છોડીને પીએમ મોદી આ પોલ જીત્યા છે. ટાઈમ મેગેઝીનના એડિટર એ નિર્ણય લેશે કે અંતે પર્સન ઓફ ધ યર કોણ હશે. પણ આ પોલથી તેઓ જાણી શકે છે કે લોકો કોને પર્સન ઓફ ધ યર તરીકે જોઈ રહ્યા છે.
3/5
દર વર્ષે ટાઈમ મેગેઝિન સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓને સિલેક્ટ કરે છે. જેમાં એક વર્ષના સમયમાં જે લોકોએ વિશ્વ સ્તરે સૌથી વધુ પ્રભાવ ઉભો કર્યો હોય તે વ્યક્તિ કે ગ્રુપને પસંદ કરવામાં આવે છે.
4/5
રવિવારે મધરાતે જ્યારે આ વોટિંગનો સમય પૂરો થયો ત્યારે મોદી 18% મતથી જીત્યા હતા. તેમની સૌથી નજીકના દાવેદારોમાં બારાક ઓબામા, ડોનાલ્ડ ટ્રંપ અને જુલિયન અસાંજ હતા. જેમને 7% હકારાત્મક વોટ મળ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદી માર્ક ઝકરબર્ગ (2%) અને હિલેરી ક્લિંટન (4%)થી પણ ઘણા આગળ હતા.
5/5
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ટાઈમ મેગેઝીનના ઓનલાઈન રિડર્સ પોલમાં ટાઈમ પર્સન ઓફ ધ યર જીતી ગયા છે. આ યાદીમાં પીએમ મોદી સાથે દુનિયાના લિડર્સ, કલાકારો અને રાજકારણીઓ હતા.