(Source: ECI/ABP News/ABP Majha)
ઘર લેવા માટે સરકારી આવાસ યોજનામાં અરજી કરતા હોય તો ધ્યાનમાં રાખો આ વાત, નહીં તો છેતરાઇ જશો...
આ યોજનાનો લાભ લેવા માટે તમારે અરજી કરવી પડે છે, પરંતુ ઘણીવાર લોકો અરજી કરતી વખતે કેટલીક એવી ભૂલો કરી દે છે, જેના કારણે તે પછીથી તે છેતરપિંડીનો ભોગ બની જાય છે.
PM Awas Yojana Application: દરેક વ્યક્તિનુ એ સપનુ હોય છે કે, તેનુ પોતાનુ ઘર હોય, આ સપનુ પુરુ કરવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આખી જિંદગી જતી રહે છે. સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કેટલીય પ્રકારની યોજનાઓ ચલાવે છે. તેમાની એક યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. આ યોજના દ્વારા સરકાર લોકોને ઓછા પૈસામાં ખરીદવામાં મદદ કરે છે.આ યોજનાનો લાભ લેવા માટે તમારે અરજી કરવી પડે છે, પરંતુ ઘણીવાર લોકો અરજી કરતી વખતે કેટલીક એવી ભૂલો કરી દે છે, જેના કારણે તે પછીથી તે છેતરપિંડીનો ભોગ બની જાય છે. તો જાણો તે વાતો વિશે, જેનુ ધ્યાન તમારે અરજી કરતી વખતે ખાસ રાખવુ જોઇએ...........
આજના સમયમાં દરેક સરકારી યોજનાનો લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડના ડેટાની જરૂર પડે છે, આધાર કાર્ડ સાથે તમામ લોકોના બેન્ક એકાઉન્ટ જોડાયેલા હોય છે, આવામાં આધારની જાણકારી શેર કરતી વખતે એ વાતનુ ખાસ ધ્યાન રાખો કે ડેટા કોઇ ખોટા વ્યક્તિ પાસે ના જતો રહે. કોઇને પણ ભૂલથી અસલી આધાર કાર્ડ ના આપો.
આની સાથે જ યોજના માટે અરજી કરતી વખતે કોઇની પણ સાથે પોતાની બેન્ક ડિટેલ્સ શેર ના કરો. ઘણીવાર ફ્રૉડ કરનારા લોકો બેન્ક સાથે જોડાયેલી જરૂર માહિતી મેળવીને લોકોનુ ખાતુ ખાલી કરી દેતા હોય છે. આવામાં ભૂલથી પણ અરજી કરતી વખતે બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ કોઇની સાથે શેર ના કરો.
અરજી કરતી વખતે આ વાતનુ ખાસ ધ્યાન રાખો કે અરજી કરતી વખતે કોઇને પૈસા ના આપો. ઘણીવાર છેતરપિંડી કરનારા લોકો અરજીના બદલામાં લોકો પાસેથી પૈસા માંગે છે, જો તમારી પાસે કોઇ ઘરના બદલે પૈસા માંગે છે, તો તેને ભૂલથી પણ પૈસા ના આપો, અને આની ફરિયાદ નોંધાવો.જો કોઇ વ્યક્તિ અરજીના સમયે તમારી પાસે કોઇપણ એટીએમ પીન કે ઓટીપીની માંગ કરે છે, તો તેને આ જાણકારી ના આપો. આ તમારા ખાતામાંથી પૈસા કાઢી શકે છે, અને તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.
આ પણ વાંચો.....
ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં મેઘમહેર, 28 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો
Crime News: ‘ખુન કા બદલા ખુન’,અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર યુવકને પરિવારે જાહેરમાં રહેંસી નાખ્યો
Accident: રોડ અકસ્માતમાં ગુજરાતના આ બીજેપી નેતાનું મોત, કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ
LRD પરીક્ષાની આન્સર-કીમાં વિસંગતતા અંગે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે બાબત