Coronavirus 4th Wave: કોરોનાની ચોથી લહેરમાં જોવા મળી શકે છે આ લક્ષણો, જાણો વિગત
Coronavirus 4th Wave Symptoms: ભારતમાં કોરોનાના કેસ ભલે ઘટી ગયા હોય પણ વિશ્વના અનેક દેશોમાં કોવિડ કેસ વધી રહ્યા છે.
Coronavirus: ભારતમાં કોરોનાના કેસ ભલે ઘટી ગયા હોય પણ વિશ્વના અનેક દેશોમાં કોવિડ કેસ વધી રહ્યા છે. જેના કારણે ચોથી લહેર ખૂબ ઝડપથી આવી શકે છે. જોકે ચોથી લહેરમાં કેટલાક નવા લક્ષણો જોવા મળી શકે છે.
ચોથી લહેરમાં જોવા મળી શકે છે આ લક્ષણો
- શ્વાસ ચઢવો
- શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવું
- છાતીમાં સતત દુખાવો અથવા દબાણ
- જાગવાની અસમર્થતા
- નવા પ્રકારનો ભ્રમ
- હોઠ, નખ અથવા ત્વચા પીળી અથવા નીલી થવી
- ઉબકા, ઉલટી અથવા ઝાડા
આ વખતે દર્દીઓમાં પેટ સંબંધિત વધુ લક્ષણો જોવા મળી રહ્યા છે
નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે દર્દીઓમાં પેટ સંબંધિત વધુ લક્ષણો જોવા મળી રહ્યા છે. જો કે, કોરોના દરેકને અલગ રીતે અસર કરે છે. સામાન્ય રીતે તેના લક્ષણો ચોક્કસ ક્રમમાં દેખાય છે. કેલિફોર્નિયા સેન્ટર ફોર ફંક્શનલ મેડિસિનના સ્થાપક અને પ્રમુખ ડૉ. સુંજ્યા શ્વેગે જણાવ્યું છે કોરોનાના લક્ષણો અને તેની ઘટનાનો ક્રમ વ્યક્તિએ વ્યક્તિએ ઘણો બદલાય છે. કોરોનાના સૌથી સામાન્ય પ્રારંભિક લક્ષણો તાવ અને થાક છે. જો કે, ઓમિક્રોન વેરિઅન્ટના કિસ્સામાં, ઘણા લોકો ગળામાં દુખાવાની તકલીફ જોવા મળી છે.
ડૉક્ટરે કહ્યું કે તાવ પછી, પછીનું સૌથી સામાન્ય લક્ષણ ઉધરસ છે. શરદી અથવા ફ્લૂ જેવા રોગોની વધુ ભીની અને ગળફાની ઉધરસની સરખામણીમાં કોરોનાને કારણે થતી ઉધરસ સૂકી હોય છે. થોડા સમય પછી ઉધરસ જટિલ બની જાય છે અને ઉધરસને કારણે ગળામાં બળતરા અને સોજો આવે છે. માથાનો દુખાવો - હળવોથી ગંભીર સુધીનો - માંદગીના પ્રથમ થોડા દિવસોમાં પણ સામાન્ય હોઈ શકે છે.
આ લક્ષણ છે સામાન્ય
આ કોરોનાનું એક સામાન્ય લક્ષણ છે, જે તમને ખાંસી પછી અનુભવી શકે છે. સ્નાયુ-સંબંધિત દુખાવો હળવાથી ગંભીર સુધીનો હોય છે, ખાસ કરીને જ્યારે તે થાક સાથે હોય છે. તે સામાન્ય રીતે સરેરાશ થોડા દિવસો સુધી ચાલે છે. જો કે, કેટલીકવાર તે લાંબા સમય સુધી ચાલી શકે છે અને તે સામાન્ય રીતે લાંબા કોવિડ લોકોની સૌથી સામાન્ય ફરિયાદ છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સતત 10માં દિવસે બે હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં ચાર દિવસથી 1500 કરતાં ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1233 નવા કેસ અને 31 સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે 1259 નવા કેસ અને 35 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે 1270 નવા કેસ અને 31 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે દેશમાં 1421 નવા કેસ અને 49 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 1660 નવા કેસ અને 4100 દર્દીના મોત થયા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 674 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને 14,704 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,101 પર પહોંચ્યો છે. દેશમાં 4,24,85,534 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 183,82,41,743 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 26,34,080 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )