Corona Report: તો શું મોબાઇલ ફોનથી ફેલાયો હતો કોરોના વાયરસ ? જાણો લેટેસ્ટ રિપોર્ટ
બૉન્ડ યૂનિવર્સિટીના મુખ્ય સંશોધક ડૉ. લોટી તાજૌરીએ જણાવ્યું હતું કે લોકડાઉન, સોશ્યલ ડિસ્ટન્સ સહિતના કેટલાય કારણો હોવા છતાં, કોરોના વાયરસ ઝડપથી ફેલાય છે
Corona virus Report: કોરોનાને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે દેશ અને દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી હતી ત્યારે કૉવિડ-19 (કોરોના વાયરસ) ના 45 ટકા જેટલા કેસો વાયરસ મોબાઈલ ફોનના કારણે ફેલાઈ ગયા હતા. મતલબ કે લોકો મોબાઈલની સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં નિષ્ફળ ગયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહામારી દરમિયાન સૌથી વધુ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આને કારણે મોટાભાગના ચેપ ફેલાય છે. જાણો શું કહે છે લેટેસ્ટ રિપોર્ટ...
શું કહે છે રિસર્ચ રિપોર્ટ -
ઓસ્ટ્રેલિયાની બૉન્ડ યૂનિવર્સિટીના સંશોધકોએ 10 દેશોમાં મોબાઈલ ફોન પર 15 સ્ટડી હાથ ધર્યા હતા. આમાં 2019 થી 2023 દરમિયાન હૉસ્પિટલ સેટિંગ્સમાં SARS-CoV-2 ચેપ માટે મોબાઇલ ફોનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રોગચાળા દરમિયાન 45 ટકા ફોનમાં કૉવિડ-19નો વાયરસ હતો. સિડનીમાં પણ જ્યારે રોગચાળો ચરમસીમાએ હતો ત્યારે લગભગ અડધા મોબાઈલ ફોન કોરોના વાયરસથી દૂષિત હતા. 511 માંથી 231 ફોન એટલે કે 45% ફોનમાં કોરોના વાયરસ જોવા મળ્યો હતો. આના પરથી એવું નિષ્કર્ષ કાઢવામાં આવ્યું કે મોબાઈલ ફોન કોરોના ફેલાવી શકે છે. આ રિપોર્ટ જર્નલ ઓફ ઈન્ફેક્શન એન્ડ પબ્લિક હેલ્થમાં પણ પ્રકાશિત થયો છે.
મોબાઇલ ફોન પર કેટલી વાર રહે છે કોરોના વાયરસ -
બૉન્ડ યૂનિવર્સિટીના મુખ્ય સંશોધક ડૉ. લોટી તાજૌરીએ જણાવ્યું હતું કે લોકડાઉન, સોશ્યલ ડિસ્ટન્સ સહિતના કેટલાય કારણો હોવા છતાં, કોરોના વાયરસ ઝડપથી ફેલાય છે. આમાં મોબાઈલ ફોનની મોટી ભૂમિકા હતી. અગાઉના સંશોધનો દર્શાવે છે કે SARS-Cov-2 વાયરસ કોઈપણ મોબાઈલ ફોનની જેમ કાચ પર 28 દિવસ સુધી જીવિત રહી શકે છે. ડૉ. તાજૌરીએ જણાવ્યું કે, હાલમાં વિશ્વમાં 7 અબજથી વધુ મોબાઈલ ફોનનો ઉપયોગ થઈ રહ્યો છે. તેઓ ત્રીજા હાથ તરીકે કામ કરે છે. તમે ગમે તેટલી વાર હાથ ધોઈ લો, મોબાઈલ ફોનને અડતાની સાથે જ તમે વાયરસનો શિકાર બની જાવ છો. હૉસ્પિટલના ચાઈલ્ડ ઈન્ટેન્સિવ કેર અને પીડિયાટ્રિક આઈસીયુ વોર્ડમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં 26 હેલ્થકેર પ્રૉફેશનલ્સના મોબાઈલ ફોનમાં 11,163 પેથૉજેન્સ જોવા મળ્યા હતા. જેમાં વાયરસ અને એન્ટિબાયૉટિક પ્રતિરોધક બેક્ટેરિયા પણ મળી આવ્યા હતા.
ફોનના ઇન્ફેક્શનથી આ રીતે કરો બચાવ -
1. ટચ સ્ક્રીન સ્માર્ટફોનને સાફ કરવા માટે કમ સે કમ 70 ટકા આલ્કોહોલ વાળા વાઇપ્સ કે સ્પ્રેનો ઉપયોગ કરવો જોઇએ.
2. ઘરની બહાર જવા પર ફોન ખિસ્સા, પર્સ કે કારમાં રાખો.
3. જ્યારે પણ શૉપિંગ કરો તો હાથથી કાગળ પર લખીને લિસ્ટ બનાવો. ના કે મોબાઇલ ફોન પર.
4. ક્રેડિટ-ડેબિટ કાર્ડથી કોઇ વસ્તુનું પેમેન્ટ કરો, ના કે મોબાઇલ ફોનથી.
5. સાર્વજનિક સ્થાનો પર હાથોને ધોવા કે સાફ કરવા કે પહેરેલા મોજાને ઉતાર્યા બાદ જ ફોનનો ઉપયોગ કરો.
6. જ્યારે પણ કૉલ કરો તો હેન્ડ્સ ફ્રી ડિવાઇસનો ઉપયોગ કરો.
Disclaimer: આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી વિધિ, રીત અને સૂચનો પર અમલ કરતાં પહેલા ડૉક્ટર કે સંબંધિત એક્સપર્ટની સલાહ જરૂર લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )