શોધખોળ કરો

ઉનાળામાં રોજ કેટલા લીટર પાણી પીવું જોઈએ? એક દિવસમાં ઓછામાં ઓછું કેટલું પીવો છો પાણી?

ઉનાળાની શરુઆત થતા જ દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે. ઉનાળામાં ભારે ગરમીને કારણે ડિહાઇડ્રેશનનો ભય વધી જતો હોય છે. તો અહીં જાણો કે ઉનાળામાં રોજ કેટલાક લીટર પાણી પીવું જોઈએ.

How Much Water Should You Drink Everyday: ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં ઘણો પરસેવો થાય છે. થોડા સમય માટે તડકામાં બહાર નીકળો તરત જ તમારા કપાળમાંથી પરસેવો ટપકવા લાગે છે. આખા શરીરમાં પરસેવો થવા લાગે છે અને આવી સ્થિતિમાં ડિહાઈડ્રેશનનો ખતરો વધી જાય છે. ડિહાઇડ્રેશન એટલે શરીરમાં પાણીની ઉણપ. એટલા માટે કહેવાય છે કે ઉનાળામાં પુષ્કળ પાણી પીવું જોઈએ અને તેની સાથે ફળો, જ્યુસ, અન્ય પીણા વગેરે લેવા જોઈએ. તેઓ તમારા શરીરમાં પાણીની કમી થવા દેતા નથી. બાય ધ વે, શું તમે જાણો છો કે ઉનાળાની ઋતુમાં એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ?

એક દિવસમાં ઓછામાં ઓછું કેટલું પીવો છો પાણી?

પાણી આપણા શરીર માટે સૌથી આવશ્યક છે. એકવાર પાણી વગરના જીવનની કલ્પના કરવી પણ શક્ય નથી. દરરોજ આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. ઋતુ પ્રમાણે આપણા શરીરમાં પાણીની માત્રાની વધ-ધટ થતી રહે છે. શિયાળામાં ઓછું પાણી પીવાથી પણ તમે હાઇડ્રેટ રહી શકો છો, જ્યારે ઉનાળામાં હાઇડ્રેટ રહેવા માટે વધુ પાણીની જરૂર પડે છે. ધીમે ધીમે ઉનાળો આવી રહ્યો છે અને ફિટ રહેવા માટે લોકોએ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ.

નિષ્ણાતોના મતે સામાન્ય રીતે વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 2થી 3 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ જ્યારે ગરમી વધુ હોય ત્યારે શરીરમાંથી પરસેવો નીકળે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં 3થી 4 લીટર પાણી પીવું જોઈએ. વએક શ્વાસમાં પાણી પીવાને બદલે, તમારે તેને ચુસ્કી લઈને પીવું જોઈએ. તેનાથી તમારી પાચન શક્તિ પણ સુધરે છે.

ઉનાળામાં રોજ કેટલા લીટર પાણી પીવું જોઈએ? 

ઉનાળાની ઋતુમાં 2.5 થી 3 લીટર પાણી પીવું જોઈએ. આમ કરવાથી તમે હાઈડ્રેટ રહેશો અને કિડની સંબધિત બીમારીઓ તેમજ પથરી જેવી સમસ્યાઓથી બચી શકાય છે. જો તમે લાંબા સમય સુધી ઓછું પાણી પીવો છો, તો તે કિડનીમાં પથરી સહિત અનેક રોગોનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા શરીરમાંથી પેશાબના રૂપમાં કચરો દૂર કરવામાં મદદ કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Embed widget