(Source: ECI/ABP News/ABP Majha)
Benefits of Ghee: ખાલી પેટ એક ચમચી ઘી ખાવાના છે અદભૂત ફાયદા, જાણો શું કહે છે આયુર્વૈદ
Benefits of Ghee:ઘી આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે આપણા ભોજનનો સ્વાદ વધારે છે. આપણે ઘણીવાર ખીચડીમાં ઘી લગાવે છે. રોટલી પર ઘી લગાવે છે.
Benefits of Ghee:ઘી આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે આપણા ભોજનનો સ્વાદ વધારે છે. આપણે ઘણીવાર ખીચડીમાં ઘી લગાવે છે. રોટલી પર ઘી લગાવે છે. જેનાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે. ઘીનું સેવન કરવાથી ભોજનનો સ્વાદ તો વધે જ છે, પરંતુ તે અનેક રોગોનો ઈલાજ પણ કરે છે. ઘણીવાર લોકો માને છે કે ઘી ખાવાથી વજન વધે છે, પરંતુ તમે જાણો છો કે ઘીમાં હાજર હેલ્ધી ફેટ વજન ઘટાડવામાં અસરકારક છે. ઘીનું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થાય છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
ઘીમાં ઓમેગા-3, ઓમેગા-9 ફેટી એસિડ અને વિટામિન એ, કે અને ઇ જેવા પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આયુર્વેદ અનુસાર ઘીનું સેવન શરીરમાં દવાની જેમ કામ કરે છે. ખરાબ જીવનશૈલી, ખરાબ ખાવાની આદતો, તણાવ અને અનિયમિત ઊંઘ, અપૂરતી ઊંઘના કારણે ઘણીવાર આપણું પાચન ખરાબ રહે છે. જો સવારે ખાલી પેટે ઘીનું સેવન કરવામાં આવે તો પેટનું સ્વાસ્થ્ય સારું થઈ શકે છે.
ન્યુટ્રિશનિસ્ટ અવંતિ દેશપાંડેએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે આયુર્વેદ મુજબ ઘી નાના આંતરડાની શોષણ ક્ષમતાને સુધારે છે અને એસિડિટી ઘટાડે છે.
ઓનલાઇન ક્લાસના કારણે આપના બાળકનું વજન વધી ગયું છે? આ આયુર્વૈદિક 4 ટિપ્સ છે કારગર
છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીએ બાળકોના ભણતર અને રમવા પર ઘણા નિયંત્રણો લાદી દીધા છે. જેના કારણે તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ હતી. જે બાળકો પોતાનો અડધો દિવસ શાળામાં વિતાવતા હતા, તેઓ ઘરમાં કેદ થઇ ગયા અને આખો દિવસ ફોનની સામે પસાર કરતા થઇ ગયા.. કોઈપણ શારીરિક પ્રવૃત્તિ કર્યા વગર બેસીને ખાવાની તેને ટેવ પડી ગઈ હતી. આવી સ્થિતિમાં કેટલાક બાળકોનું વજન વધી ગયું તો કેટલાકનું વજન નિયંત્રણ બહાર થઈ ગયું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, સ્થૂળતા એ એક એવી સ્થિતિ છે જેમાં આપણા શરીરમાં વધુ પડતી ચરબી જમા થાય છે. તેનાથી હૃદયરોગ અને ટાઈપ-2 ડાયાબિટીસ જેવી ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. આ બિમારીઓ મેદસ્વી બાળકોને પણ પોતાનો શિકાર બનાવી રહી છે.
જે લોકોનું બોડી માસ ઇન્ડેક્સ (BMI) 25 થી વધુ છે તેઓને વધારે વજન કહેવામાં આવે છે અને જેનું BMI 30 થી વધુ છે તેમને મેદસ્વી કહેવાય છે. BMI એ એક મેટ્રિક સિસ્ટમ છે જેનો ઉપયોગ વ્યક્તિના વધુ વજન અને ઓછા વજનને માપવા માટે થાય છે.
નવેમ્બર 2021માં બહાર પાડવામાં આવેલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5) રિપોર્ટ અનુસાર, 5 વર્ષ સુધીના બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધ્યું છે. સ્થૂળતા ધરાવતા બાળકોની સંખ્યા NFHS-4 માં 2.1% થી વધીને NFHS-5 માં 3.4% થઈ ગઈ છે. આ ફેરફારને પણ ચિંતાજનક તબક્કો ગણી શકાય. વર્તમાન સમયમાં દેશમાં લગભગ 1.44 કરોડ બાળકોનું વજન વધારે છે. વિશ્વભરમાં લગભગ 2 અબજ બાળકો મેદસ્વી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બાળકોની સ્થૂળતા ટૂંક સમયમાં મહામારીમાં ફેરવાઈ શકે છે.
બાળકની મેદસ્વીતા ઘટાડવા માટેની આયુર્વેદિક ટિપ્સ
આયુર્વેદ અનુસાર, સ્થૂળતાથી પીડાતા લોકોએ ઓછા તેલમાં બનેલો હળવો ખોરાક ખાવો જોઈએ, જે શરીર દ્વારા સરળતાથી પચી શકે છે.
વાનગીઓમાં હળદર, આદુ, મરચું, ધાણા, તજ જેવી વસ્તુઓનો ઉપયોગ વધુ કરવો જોઈએ.ત્રિફળા, વલિયા લક્ષ્દી જેવા તેલનો ઉપયોગ કરીનો સ્ટીમ બાથ લેવી જોઇએ. ચોક્કસ સમયગાળા માટે તમારી જાતને વરાળવાળા રૂમમાં રાખવાને સ્ટીમ બાથ કહેવામાં આવે છે. આનાથી પરસેવો વધશે અને ચરબી ઘટશે.
તાડાસન, પશ્ચિમોત્તનાસન, સૂર્ય નમસ્કાર, પવનમુક્તાસન, ભુજંગાસન અને ધનુરાસન જેવા યોગાસનોનો દરરોજ અભ્યાસ કરવાથી સ્થૂળતા ઓછી થાય છે.
કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા અને ભ્રામરી જેવા પ્રાણાયામનો અભ્યાસ કરવાથી શરીરમાં સકારાત્મક ફેરફારો થાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )