Health Tips: ફળોનું સેવન કરતા પહેલા આ ફેક્ટસ જાણો, નહિ તો થશે નુકસાન
Ways to eat fruits: ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી મનાય છે. ફળો પોષક તત્વોનો ભંડાર છે પરંતુ જો ફળોનું સેવન અયોગ્ય સમયે અને અયોગ્ય ફૂડ સાથે કરાય તો એ નુકસાનકારક સાબિત થાય છે

Fruits And Vegetables: મોટાભાગના લોકો ફિટ રહેવા માટે ફળોનું સેવન કરે છે.પરંતુ કેટલાક ફળો એકસાથે ન ખાવા જોઈએ. આમ કરવાથી તે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે.આવી સ્થિતિમાં અમે અહીં જણાવીશું કે તમે કયા ફળોનું એકસાથે સેવન ન કરવું જોઇએ?
મોટાભાગના લોકો ફિટ રહેવા માટે ફળોનું સેવન કરે છે. ભૂખ સંતોષવાનો આ પણ સારો ઉપાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રુટ સલાડ બનાવતી વખતે જો તેમાં મૂકવામાં આવેલ ફ્રુટ કોમ્બિનેશનનું યોગ્ય ધ્યાન રાખવામાં ન આવે તો તે તમારા સ્વાસ્થ્યને ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડી શકે છે.
ગાજર અને સંતરાનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.આ બે વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી હાર્ટબર્ન થઈ શકે છે અને કિડનીને નુકસાન થઈ શકે છે.આ સંયોજન સ્વાસ્થ્ય માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. આ બે ફળ એકસાથે ખાવાથી એસિડિસિસ, માથાનો દુખાવો જેવી સમસ્યાઓનું જોખમ વધી શકે છે.
અનાનસમાં બ્રોમેલેન તત્વ જોવા મળે છે. તે એક એન્ઝાઇમ છે જે અનાનસના રસમાંથી બહાર આવે છે. તેના દૂધના સંપર્કમાં આવવાથી ગેસ, ઉબકા જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
ઘણા લોકો ફળો પર લીંબુ નીચોવીને ખાય છે. પરંતુ જો તમે પપૈયું ખાતા હોવ તો આવું કરવાની ભૂલ ન કરો. તમને જણાવી દઈએ કે પપૈયું અને લીંબુ ઘાતક મિશ્રણ છે અને તેનાથી એનિમિયા અને હિમોગ્લોબિનનું અસંતુલન થઈ શકે છે.
ફળો સાથે શાકભાજીનું સેવન કરવાથી પેટમાં ઝેરી તત્વો ઉત્પન્ન થાય છે જેનાથી ઝાડા, માથાનો દુખાવો અને દુખાવો થઈ શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો .
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















