Heart Care: આપને ગેસના કારણે છાતીમાં દુખે છે કે હાર્ટ અટેકના છે સંકેત, આ રીતે સમજો તફાવત
છાતીમાં દુખાવો અને હાર્ટ અટેક બિલકુલ અલગ છે. જો કે તેના વિશે મિથક પ્રચલિત છે. ચિંતાના દૂર કરવા માટે આ મુદ્દે જાણકારી હોવી જરૂરી છે.
![Heart Care: આપને ગેસના કારણે છાતીમાં દુખે છે કે હાર્ટ અટેકના છે સંકેત, આ રીતે સમજો તફાવત Need to understand the difference between normal chest pain and heart attack pain, get expert advice Heart Care: આપને ગેસના કારણે છાતીમાં દુખે છે કે હાર્ટ અટેકના છે સંકેત, આ રીતે સમજો તફાવત](https://static.abplive.com/wp-content/uploads/sites/5/2019/07/27083518/8-eggplant-benefits-cholesterol.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Heart Care:છાતીમાં દુખાવો અને હાર્ટ અટેક બિલકુલ અલગ છે. જો કે તેના વિશે મિથક પ્રચલિત છે. ચિંતાના દૂર કરવા માટે આ મુદ્દે જાણકારી હોવી જરૂરી છે.
બની શકે કે ક્યારેક આપને છાતીમાં તીવ્ર દુખાવો થતો હોય અને આપે વિચારી લીધું કે ગેસના કારણે દુખે છે પરંતુ હકીકતમાં તે હાર્ટ અટેકનો દુખાવો હોય. એવું પણ બની શકે કે, ક્યારેક માત્ર માંસપેશીના ખેંચાણના કારણે કે ગેસના કારણે છાતીમાં દુખતું હોય અને આપ તેને કાર્ડિયક સમજીને ચિંતિત થઇ જાવ. જ્યારે છાતીમાં દુખાવાનો મુદ્દો છે ત્યારે આપે આ મુદ્દે તફાવત સમજવો જરૂરી છે.
મિથક- મને છાતીમાં દુખાવો નથી તો હાર્ટ અટેક ન હોઇ શકે
હકીકત:હાર્ટ અટેકમાં છાતીના દુખાવાની ફરિયાદ માત્ર 2 ટકા જ હોય છે. બાકીના વધેલા ટકાવારીમાં દર્દીને છાતીમાં દુખાવાની સમસ્યા નથી રહેતી. તેમને અસામન્ય ફરિયાદ જેમકે, સાંધામાં દુખાવો, કાંધમાં દુખાવો, ગળામાં ઘુટન,પરસેવા થવો, વોમિટિંગ, ચક્કર આવવા,થકાવટ જેવા લક્ષણો જોવા મળે છે. બહુ ઓછો કેસમાં હાર્ટ અટેકમાં આનાથી પણ ઓછો લક્ષણો દેખાય છે.
મિથક-જમણી બાજુ છાતીમાં દુખાવો હાર્ટ અટેક નથી
હકીકત:છાતીમાં દુખાવો જમણી કે ડાબી બાજુ બંને તરફ થઇ શકે છે. જે હાર્ટ અટેક કે હાર્ટમો બ્લોકેઝનું સંકેત આપી શકે છે, હાર્ટ અટેલમાં ગરદન, જડબુ, બેક સાઇડ પણ દુખાવો થઇ શકે છે.
મિથક- સૂઈ જવાથી કે આરામ કરવાથી હાર્ટ અટેક રોકી શકાય છે
હકીકત: જો આપને શંકા હોય કે, આપને હાર્ટ અટેકના લક્ષણો અનુભવાય રહ્યાં છે તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જવું જોઇએ અને ઇસીજી કરાવી લેવું જોઇએ. સૂઇ જવું, રાહ જોવી આપના માટે જિંદગીનું જોખમ ઉભું કરી શકે છે.
મિથક- શું હાર્ટ અટેક દરમિયાન હાર્ટ ધડકવાનું બંધ કરી દે છે
હકીકત: હાર્ટ અટેકના કારણે ધમનીમાં રક્ત પ્રવાહ રોકાઇ જાય છે.જે હાર્ટના ટિશ્યૂને નુકસાન પહોંચાડે છે. જ્યારે દિલ ધબકવાનું બંધ કરી દે છે તો તેને કાર્ડિયક અરેસ્ટના રૂપે વ્યક્ત કરી શકાય છે. હાર્ટ અટેક કાર્ડિયાક અરેસ્ટમાં બદલી શકે છે. આ પહેલા જ હોસ્પિટલ પહોંચી જવું હિતાવહ છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)