World Bicycle Day : દરરોજ 30 મિનિટ સાયકલ ચલાવવાના આ છે 8 જબરદસ્ત ફાયદા
જો તમે વજન ઘટાડવા અથવા ફિટ રહેવા માટે ટિપ્સ અપનાવતા રહો છો, તો તમારા વર્કઆઉટ પ્લાનમાં સાયકલ ચલાવવાનો સમાવેશ કરો. દરરોજ સાયકલ ચલાવવાના ઘણા જબરદસ્ત ફાયદા છે.
World Bicycle Day : જો તમે વજન ઘટાડવા અથવા ફિટ રહેવા માટે ટિપ્સ અપનાવતા રહો છો, તો તમારા વર્કઆઉટ પ્લાનમાં સાયકલ ચલાવવાનો સમાવેશ કરો. દરરોજ સાયકલ ચલાવવાના ઘણા જબરદસ્ત ફાયદા છે.
સ્કિનનું સ્ટ્રક્ટર સુધરે છે
એક્સરસાઇઝ માટે માત્ર કલાક કે અડધો કલાક નિયમિત સાયક્લિગ કરવાથી બ્લડ સેલ્સ અને સ્કિનમાં ઓક્સિજનની પર્યાપ્ત પૂર્તિ થવાથી ત્વચા હેલ્ધી અને ગ્લોઇંગ રહે છે.
ઊંઘ સારી આવે છે
જો આપ સવારમાં સવારમાં થોડા સમય સાયક્લિગ કરો છો તો રાત્રે ઊંઘ સારી આવે છે અને આખો દિવસ આપ ઊર્જાવાન મહેસૂસ કરશો,
ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે
સાયક્લિંગ કરવાથી ઇમ્યૂન સેલ્સ એક્ટિવ રહે છે. જેનાથી ઇમ્યૂનિટી બૂસ્ટ થાય છે. જે આપને બીમારીઓથી દૂર રાખે છે.
યાદશક્તિ વધે છે
સાયક્લિંગના કારણે મગજના કોષો ખૂબ જ સક્રિય હોય છે. તેમની યાદશક્તિ સામાન્ય લોકો કરતા વધુ હોય છે. સાયકલ ચલાવવાથી શરીરમાં મગજના નવા કોષો પણ બને છે.
રક્તસંચાર વધે છે
સાયકલ ચલાવવાથી હૃદય સ્વસ્થ રહે છે. સાયકલ ચલાવવાથી સમગ્ર શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે.
હૃદય સ્વસ્થ રહે છે
સાયકલ ચલાવવાથી હૃદય સ્વસ્થ રહે છે. સાયકલ ચલાવવાથી સમગ્ર શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે.
વેઇટ લોસ થાય છે
સાયકલિંગ જેવી નિયમિત કસરત કરવાથી શરીરમાં કેલરી અને ચરબી ઓછી થાય છે, જેનાથી ફિગર સ્લિમ રહે છે અને વજન વધતું નથી.
ફેફસાંની ક્ષમતા સુધરે છે
સાયકલ ચલાવતી વખતે, તમે સામાન્ય કરતાં વધુ ઊંડા શ્વાસ લો અને વધુ ઓક્સિજન લો. આ કારણે શરીરમાં રક્ત પરિભ્રમણ પણ વધે છે અને સાથે જ હવા ફેફસાંની અંદર અને બહાર ઝડપથી જાય છે. તે ફેફસાંની ક્ષમતામાં પણ સુધારો કરે છે અને ફેફસાંને મજબૂત બનાવે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )