Health tips: રસોઈ બનાવતી વખતે ન કરો આ 5 ભૂલો, નષ્ટ થઈ શકે છે ખોરાકના પોષક તત્વો
Health tips: રસોઈ બનાવતી વખતે આપણે ઘણી વાર એવી ભૂલો કરીએ છીએ, જેના કારણે ખોરાકના પોષક તત્વોમાં ઘટાડો થાય છે. તો ચાલો આજે જાણીએ કે રસોઈ બનાવતી વખતે તમારે કઈ 5 ભૂલો ન કરવી જોઈએ.
Health tips: રસોઈ બનાવતી વખતે આપણે ઘણી વાર એવી ભૂલો કરીએ છીએ, જેના કારણે ખોરાકના પોષક તત્વોમાં ઘટાડો થાય છે. તો ચાલો આજે જાણીએ કે રસોઈ બનાવતી વખતે તમારે કઈ 5 ભૂલો ન કરવી જોઈએ.
રસોઈ એ એક એવી કળા છે, જેમાં નિપુણતા મેળવવા સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું બેલેન્સ જાળવવું જરૂરી છે. ઘણા લોકો ખૂબ જ સ્વાદિષ્ટ ખોરાક બનાવે છે, પરંતુ કેટલાક લોકો આવી મૂળભૂત ભૂલો કરે છે, જેના કારણે ખોરાકના પોષક તત્વો ઘટી જાય છે તો ચાલો આજે તમારી સમસ્યાનું નિરાકરણ કરીએ અને તમને એવી સામાન્ય રસોઈની ભૂલો વિશે જણાવીએ જે તમે અજાણતા કરી લો છો...
સ્પાઇસી ઓઇલી ફૂડ
મોટાભાગના ભારતીય લોકો સ્વાદ માટે ખોરાકને આપણે વધુ તેલ અને વધુ મસાલાનો ઉપયોગ કરીએ છીએ. જો કે, વધુ તેલ અને મસાલાથી ફૂડ સ્વાદિષ્ટ થાય છે પરંતુ હેલ્ધી નથી હોતું. આ રીતે કૂક કરવાથી તે શાકભાજીના તમામ પોષક તત્વોનો નાશ કરે છે.
શાકભાજી અને ફળોની છાલ ઉતારવી
આપણે શાકભાજી અને ફળોને છોલીને ખાવાનું પસંદ કરીએ છીએ. જો કે, બનાવતી વખતે આ એક સામાન્ય ભૂલ છે. શાકભાજી અને ફળોના ઉપરના ભાગને નકામા ગણીને આપણે તેની છાલ કાઢીને કચરામાં નાખી દઈએ છીએ. પરંતુ શાકભાજી અને ફળોની છાલમાં વધુ માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે અને 30 ટકા ફાઈબર પણ હોય છે.
શાકભાજીના ટુકડા
ઓક્સિજન અને પ્રકાશનાન સંપર્કમાં આવવાથી પોષકતત્વોમાં કમી આવી જાય છે. આપ જયારે શાક કાપો છો ત્યારે વધુ ભાગ તેનો ઓક્સિજન અને પ્રકાશના સંપર્કમા આવે છે જેના કારણે તેમાં મોજૂદ વિટામિન સી ખતમ થઇ જાય છે. જેથી તેને નાના-નાના ટૂકડામાં કાપવાને બદલે મોટા ટૂકડામાં કાપવા જોઇએ.
રાંધવા માટે વધુ પડતા પાણીનો ઉપયોગ
રાંધવા માટે વધુ પડતા પાણીનો ઉપયોગ શાકભાજી અને ફળોમાંના પોષક તત્વોનો નાશ કરે છે અને આવશ્યક વિટામિન્સનું બાષ્પીભવન થવાનું કારણ બને છે. જ્યારે શાકભાજીને વધારે પાણીમાં રાંધવામાં આવે છે ત્યારે ત્યારે તેમાં મોજૂદ બી વિટામિન અને વિટામિન સી નાશ પામે છે. આટલું જ નહીં, વધારે પાણી અથવા માઇક્રોવેવિંગમાં રાંધવાથી વિટામિન B12, વિટામિન B6, ફોલેટ અને થાઇમીન જેવા પોષક તત્વોનો નાશ થાય છે.
ખોરાક ફરીથી ગરમ કરો
ઘણીવાર લોકો ખોરાક તૈયાર કરીને તેને રેફ્રિજરેટરમાં સ્ટોર કરે કરે છે અને તેને ખાવા માટે ફરીથી ગરમ કરે છે. તમારી આ આદત પોષક તત્ત્વોને મારી નાખે છે પણ ઝેરનું કારણ પણ બની શકે છે. વિટામિન સી ધરાવતા ખોરાકને ફરીથી ગરમ કરવાથી સૌથી વધુ અસર થાય છે.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો