Selfiee Review: અક્ષય કુમાર-ઇમરાન હાશ્મીની ફિલ્મ છે 'ફેમિલી એન્ટરટેઇનર', એકવાર જોવા જેવી ખરી
Selfiee Review: અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી સ્ટારર કોમેડી ફિલ્મ 'સેલ્ફી' આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મ ફેમિલી એન્ટરટેઈનર છે પરંતુ સાથે સાથે તે એકવાર જોવા જેવી છે.
Comedy drama
Akshay Kumar, Emraan Hashmi, Diana Penty, Nushrratt Bharuccha
Selfiee Review: અક્ષય કુમાર બીજી રિમેક સાથે ફરી પાછો ફર્યો છે. આ વખતે અક્ષયે મલયાલમ ફિલ્મ 'ડ્રાઈવિંગ લાઇસન્સ'નું રિમેક કર્યું છે. આ વખતે તેની સાથે ઈમરાન હાશ્મી પણ છે. લોકો બોલિવૂડમાંથી સતત કંઈક નવું કરવાની માંગ કરી રહ્યા છે, ત્યારે સેલ્ફી લોકોને ગમશે?
સ્ટોરી
ફિલ્મની વાર્તા અક્ષય કુમારના ગીતથી શરૂ થાય છે જે ફિલ્મમાં સુપરસ્ટાર વિજય કુમારની ભૂમિકા ભજવે છે.બીજી તરફ તેનો સૌથી મોટો ચાહક ઈમરાન હાશ્મી આરટીઓ ઓફિસર ઓમ પ્રકાશ અગ્રવાલની ભૂમિકા ભજવી રહ્યો છે. ઓમ પ્રકાશ અગ્રવાલ તેમના ફેવરિટ સ્ટાર વિજયની દરેક ફિલ્મ જુએ છે અને તેમનો પુત્ર પણ વિજયનો મોટો ફેન છે. એક દિવસ સમાચાર આવે છે કે સુપરસ્ટાર વિજય કુમાર પોતાની ફિલ્મના શૂટિંગ માટે ભોપાલ આવી રહ્યા છે, ઓમ પ્રકાશ ખુશીથી ઉછળી પડે છે. તે અને તેના પુત્રનું એક જ સપનું છે કે તેઓ વિજય સાથે 'સેલ્ફી' લે. જો કે લાખો પ્રયત્નો છતાં તે શક્ય થઈ શકતું નથી, પરંતુ કંઈક એવું થાય છે જે તેણે સપનામાં પણ વિચાર્યું ન હોય.
એક વાર એવું બને છે કે વિજયને સીન શૂટ કરવા માટે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર હોય છે, જો કે તે સમયે તેનું લાઇસન્સ ખોવાઈ ગયું હોય છે. આવી સ્થિતિમાં જ્યારે તે ઓમપ્રકાશ પાસેથી લાઇસન્સ લેવા માટે આરટીઓ ઓફિસ જાય છે, ત્યારે મીડિયા પહેલેથી જ તેની રાહ જોઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તેમને લાગે છે કે ઓમ પ્રકાશે જાણીજોઈને પ્રચાર માટે મીડિયાને બોલાવ્યા છે જેથી મીડિયામાં તેમનું નામ કલંકિત થાય. આ પછી વાર્તામાં ટ્વિસ્ટ આવે છે, જેને જોવા માટે તમારે સિનેમા ઘરો સુધી પહોંચવું પડશે.
એક્ટિંગ
અક્ષય કુમાર જે રીતે રિયલ લાઈફમાં સ્ટાર છે તે રીતે તેણે ફિલ્મોમાં પણ પોતાનું સ્ટારડમ જાળવી રાખ્યું છે. હંમેશની જેમ આ વખતે પણ ઈમરાન હાશ્મીએ પોતાના અભિનયથી પ્રભાવિત કર્યા છે. તે પોલીસ ઓફિસરના પાત્રમાં સારો છે તો બીજી તરફ નુસરત અને ડાયનાએ પણ સારું કામ કર્યું છે. મૃણાલનો રોલ ભલે નાનો હોય, પરંતુ તે તેના પાત્રમાં પણ સારી રીતે ફિટ બેસ્યો છે.
મ્યૂઝિક
ભલે 'સેલ્ફી'ના ગીતો રિમેક હોય, પરંતુ તેમ છતાં ગીતોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. પાર્ટી થીમના ગીતોએ ફિલ્મમાં આકર્ષણ ઉમેર્યું છે. મ્યુઝિક કંપોઝરે આજના જમાનાની સ્ટાઈલમાં ગીતોને રીમેક કર્યા છે, જે ખૂબ જ સરસ છે.
નિર્દેશન
રાજ મહેતાએ તેની અગાઉની ફિલ્મો 'જુગ જુગ જિયો' અને 'ગુડ ન્યૂઝ'ની જેમ આ ફિલ્મમાં પણ ઘણી કોમેડી ઉમેરી છે. રાજે ફિલ્મમાં એક ચાહક અને સુપરસ્ટાર વચ્ચેના સંબંધોને સુંદર રીતે દર્શાવ્યા છે. આ ફિલ્મમાં પણ રાજનું ડિરેક્શન સારું છે.
એકંદરે ફિલ્મ એક વાર જોવા જેવી છે. આ એક પારિવારિક મનોરંજન ફિલ્મ છે. જો તમારે ફિલ્મનો આનંદ માણવો હોય તો મોટી અપેક્ષાઓ સાથે ન જાઓ. તેને મસાલા મૂવીની જેમ જુઓ અને તમારા પરિવાર સાથે મૂવીનો આનંદ લો.