Cirkus Review: બોરિંગ છે રોહિત શેટ્ટીની સર્કસ, આનાથી તો મેળાનું સર્કસ સારું
Cirkus Review: રોહિત શેટ્ટી અને રણવીર સિંહની ફિલ્મ 'સર્કસ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. પરંતુ આ ફિલ્મ દર્શકોની કસોટી પર ખરી ઉતરી શકી નથી. 'સર્કસ' ખૂબ જ કંટાળાજનક ફિલ્મ છે.
Rohit Shetty
Sanjay Mishra, Ranveer Singh, Siddhartha Jadhav, Pooja Hegde, Jacqueline Fernandez, Johnny Lever, Varun Sharma, Mukesh Tiwari, Radhika Bangia, Vrajesh Hirjee, Murali Sharma, Anil Charanjeett and ensemble.
Cirkus Review: રોહિત શેટ્ટી મસાલા એન્ટરટેઇનર ફિલ્મો માટે જાણીતો છે. ગોલમાલ સિરીઝ માટે જાણીતો છે. વાહનોને ઉડાવી દેવા માટે જાણીતો છે.રોહિતની ફિલ્મો ખાલી સારો સમય જ પસાર કરાવતી નથી પરંતુ ભરપૂર મનોરંજન પણ પૂરું પાડે છે. પરંતુ સર્કસ રોહિત શેટ્ટીની સૌથી નબળી ફિલ્મ છે.તેમાં કોઈ મસાલો નથી. કોઈ મનોરંજન નથી,ફિલ્મનો સમય પસાર થતો નથી અને ન તો તેમાં કોઈ કાર ઉડાડે છે. આ એક ખૂબ જ ખરાબ ફિલ્મ સાબિત થાય છે.
સ્ટોરી
આ સ્ટોરી રોય અને રોયની છે. આ બંને જોડિયા (જુડવા) છે તેમજ જોય અને જોયસ, આ બંને પણ જોડિયા છે. કોઈ આ ચાર બાળકોને અનાથાશ્રમમાં છોડી દે છે અને અનાથાશ્રમના કેર ટેકર અને ડૉ. મુરલી શર્મા આ બાળકોને બે અલગ-અલગ પરિવારોને આપે છે. એટલે એક પરિવાર સાથે એક જોય અને રોય અને એક પરિવાર સાથે એક જોય અને રોય. આ પછી જ્યારે આ બાળકો મોટા થાય છે ત્યારે મૂંઝવણ અને રેર કોમેડી શરૂ થાય છે. જો કે આગળ શું થશે તે આ ફિલ્મ જોઈને જ ખબર પડશે. જો તમે આ રિવ્યૂ વાંચ્યા પછી પણ ફિલ્મ જોવાની હિંમત કરી તો. આ ફિલ્મમાં એક રોય એટલે કે રણવીર સિંહને વીજ કરંટ લાગતો નથી અને બીજાને વીજ કરંટ લાગે છે અને દર્શકોને પણ લાગે છે કે આવી નબળી ફિલ્મ. ફિલ્મનું લેખન ખૂબ જ ખરાબ છે. સંવાદોમાં બિલકુલ શક્તિ નથી. એકાદ-બે સીન જ હશે જેમાં તમે થોડું હસવાનું આવશે. બાકી કોઈ જગ્યાએ તમને હસવાનું આવશે નહી. આ ફિલ્મ જોઈને એવું નથી લાગતું કે આ રોહિત શેટ્ટીની ફિલ્મ છે. સમજાતું નથી કે રોહિત શેટ્ટીએ આ ફિલ્મ શા માટે બનાવી?
એક્ટિંગ
રણવીર સિંહ એક અદ્ભુત અભિનેતા છે. તેણે એક કરતાં વધુ પાત્રો ભજવ્યા છે પણ અહીં તેની એક્ટિંગની કમી છે. તે બોખલાયેલો દેખાય છે. એવું લાગતું નથી કે તે રણવીર છે જે દેખાવથી તમારું મનોરંજન કરે છે. વરુણ શર્માએ ફુકરેમાં અદ્ભુત કામ કર્યું છે પણ અહીં તે એકદમ બકવાસ એક્ટિંગ કરતો જોવા મળે છે. તેમને જોઈને એક વાર પણ હસવું આવતું નથી. પૂજા હેગડેનું કામ સારું છે પણ તેની પાસે કરવા માટે કંઈ ખાસ નહોતું. જેક્લિને તે જ કર્યું છે જે તે હંમેશા કરે છે અને તે શું કરે છે તે કહેવાની જરૂર નથી. તેના અભિનયમાં કોઈ દમ નથી. સંજય મિશ્રા ચોક્કસપણે તેમના કોમિક ટાઇમિંગથી તેમને હસાવવાનો પ્રયત્ન કરે છે. સિદ્ધાર્થ જાધવે સારું કામ કર્યું છે. આ સિવાય ફિલ્મમાં જોની લીવર, સુલભા આર્ય, ટીકુ તલસાનિયા, બ્રજેશ હિરજી, મુકેશ તિવારી જેવા ઘણા કલાકારો છે પરંતુ કોઈ પોતાની છાપ છોડી શકતું નથી.કોઈનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો નથી.
ડાયરેક્શન
રોહિત શેટ્ટીના નિર્દેશનમાં આ વખતે જોવે તેવી તાકાત જોવા મળી નથી. સ્ટોરી 60 અને 70 ના દાયકાની છે જો કે એવું કંઈ નથી લાગતું. બેંગ્લોર અને ઉટી ક્યાંય પણ યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા નથી. સેટ નકલી લાગે છે. કલાકારોની આટલી મોટી ભીડ કેમ એકઠી થઈ તે સમજની બહાર છે. આ જોઈને એવું નથી લાગતું કે રોહિત શેટ્ટીએ પોતે જ તેનું નિર્દેશન કર્યું છે. ફિલ્મના સંગીતમાં કોઈ ખાસ દમ નથી. કરંટ લગા ગીત સિવાય કોઈને કઈ યાદ નથી.