Fire: હાઇરાઇઝ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, જીવતા ભૂજાયા 63 લોકો, મચી ગઇ નાશભાગ
એક બિલ્ડિગમાં ભીષણ આગ લાગતા નાશભાગ મચી ગઇ હતી. આગના કારણે 63 લોકોના મોત થયા છે તો 40થી વધુ ઘાયલ થયાનો અહેવાલ છે.
Fire:દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા આગમાં જીવતા સળગતા 63 લોકોના મોત થયા છે. ઈમરજન્સી મેનેજમેન્ટ સર્વિસે જણાવ્યું કે, મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. મૃત્યુઆંક વધી શકે છે.
દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીના શહેરી વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની આ ઘટનામાં અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે જ્યારે 40થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે.
જોહાનિસબર્ગ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસના પ્રવક્તા બર્ટ મુલાઉદજીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 63 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ અકસ્માતમાં 43 લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં એક બાળકનું મોત થયું છે. બાકીના ઘાયલોની સારવાર ચાલી રહી છે.
@CityofJoburgEMS Firefighters are currently attending to a building on fire in @CityofJoburgZA CBD corner Delvers, Alberts street at this stage 10 people confirmed dead and multiple patients treated on scene transported to various health care facilities for further medical care pic.twitter.com/20b6NXaHvF
— Cojems Spokesperson (@RobertMulaudzi) August 31, 2023
બિલ્ડિંગમાં 200 લોકો હાજર હતા
હાલ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે જે બિલ્ડીંગમાં આગ લાગી તેમાં લગભગ 200 લોકો રહેતા હતા. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
આ પણ વાંચો
Military Coup: નાઇઝર બાદ આફ્રિકાના આ દેશમાં સૈન્ય બળવો, રાષ્ટ્રપતિને નજરકેદ કરાયા
Jawan Trailer Out: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટ્રેલર રીલિઝ, એક્શન અને મનોરંજનથી છે ભરપૂર