શોધખોળ કરો

Ahmedabad: ગાંધી આશ્રમની થશે કાયાપલટ, 1200 કરોડના ખર્ચે બનશે વિશ્વસ્તરીય સ્મારક

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે, 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં 'આશ્રમ ભૂમિ વંદના' કાર્યક્રમમાં સામેલ થશે અને ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’નો શુભારંભ કરશે.

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે, 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં 'આશ્રમ ભૂમિ વંદના' કાર્યક્રમમાં સામેલ થશે અને ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’નો શુભારંભ કરશે. આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાનો સાક્ષી રહ્યો છે, સાથે જ આ આશ્રમ ગાંધીજીના ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો પણ સાક્ષી રહ્યો છે. ‘આશ્રમભૂમિ વંદના’ ના આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. 

સાબરમતી આશ્રમ: ભારતીય ઇતિહાસનો એક મહત્વપૂર્ણ અધ્યાય

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા બાદ 1917માં અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આ આશ્રમનો પાયો નાખ્યો હતો. ભારતીય ઇતિહાસના એક મહત્વપૂર્ણ અધ્યાય તરીકે સાબરમતી આશ્રમ આઝાદીની ચળવળનું એક મુખ્ય કેન્દ્ર રહ્યો છે. આ સ્થળની સાદગી અને પવિત્રતાને જોઇને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે અડધી દુનિયા પર રાજ કરનારા અંગ્રેજોને ભારત છોડવા માટે મજબૂર કરી દેનારા એક સામાન્ય વ્યક્તિએ આ જ સ્થળેથી આઝાદીના અહિંસક આંદોલનની વ્યૂહરચનાઓ બનાવી અને દેશવાસીઓને સ્વાધીનતા માટે જાગૃત કર્યા. 

₹1200 કરોડના ખર્ચે તૈયાર થશે આ વિશ્વસ્તરીય સ્મારક

₹1200 કરોડના ખર્ચે પ્રસ્તાવિત 55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમ અને તેની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીને તેમની ઓળખ સ્થાપિત કરવાનો તેમજ પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે મહાત્મા ગાંધીજીને સમર્પિત એક વિશ્વસ્તરીય સ્મારકનું નિર્માણ કરવાનો છે. આ સ્મારક ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારશે. 

અહીંયા ગાંધીજીના દિવ્ય જીવન અને આશ્રમના ભવ્ય વારસાને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શનોની સાથે જ પૂજ્ય બાપુ દ્વારા સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ જોવા મળશે. આ ઉપરાંત, આ સંકુલ મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે વ્યાખ્યાન કેન્દ્ર તેમજ જાહેર સુવિધાઓ જેવીકે ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ હશે.અહીંયા એવા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે, જ્યાં મુલાકાતીઓ ગાંધીજીના સાતત્ય અને આત્મનિર્ભરતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના વિચારોનો અનુભવ કરી શકશે તેમજ આશ્રમમાં ગાંધીજીના સમય દરમિયાન બનાવવામાં આવેલ હસ્તકલાઓને પણ નિહાળી શકશે.

આવરણ નવું પણ આત્મા એ જ

પૂજ્ય બાપુના દર્શન અને વિચારોને અભિવ્યક્ત કરનારા સાબરમતી આશ્રમને એક નવા સ્વરૂપમાં દુનિયા સમક્ષ પ્રસ્તુત કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે આશ્રમનું ‘આવરણ’ ભલે નવું હોય, પરંતુ તેનો ‘આત્મા’ એ જ રહે.  આ પ્રોજેક્ટમાં મુખ્ય આશ્રમની સાદગી અને અધિકૃત સ્થાપત્યોને જાળવી રાખીને 20 જૂના મકાનોનું સંરક્ષણ, 13 મકાનોનો જીર્ણોદ્ધાર અને 3 મકાનોનો પુનઃવિકાસ સામેલ છે. તેનો ઉદ્દેશ સાબરમતી આશ્રમની મુલાકાતે આવતા લોકો માટે શુદ્ધ, સ્વચ્છ, શાંતિપૂર્ણ અને હરિયાળું વાતાવરણ ઊભું કરવાનો છે. સાબરમતી આશ્રમ એક સ્થળ માત્ર જ નથી, પરંતુ સ્વાતંત્ર્ય સેનાનીઓની તપોભૂમિ છે, આત્મખોજનું સ્થળ છે અને જીવનમૂલ્યોની પાઠશાળા છે. અહીંના કણ-કણમાં આજે પણ ગાંધીજીની વિરાસત, સાદગી અને વિચારોની સુગંધ પ્રસરેલી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Spain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલJ&K Encounter:અઢી વર્ષ બાદ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, જુઓ LIVE અપડેટ્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો
KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Embed widget