અમદાવાદમાં RTE હેઠળ સ્કૂલમાં બોગસ પ્રવેશ મેળવનારા 58 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા
શિક્ષણ વિભાગને મળેલી ફરિયાદના આધારે શંકાસ્પદ વિદ્યાર્થીઓના વાલીઓની તપાસ કરવામાં આવી હતી. આવા વાલીઓને રૂબરૂ બોલાવી દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી હતી.
![અમદાવાદમાં RTE હેઠળ સ્કૂલમાં બોગસ પ્રવેશ મેળવનારા 58 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા Admission of 58 students who got bogus admission in schools under RTE in Ahmedabad cancelled અમદાવાદમાં RTE હેઠળ સ્કૂલમાં બોગસ પ્રવેશ મેળવનારા 58 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/13/efb1a5d443e7f1c5541707f1be037d5b1699884770728490_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Admission under RTE: RTE હેઠળ ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓએ ચેતી જવાની જરૂર છે. અમદાવાદમાં ખોટા દસ્તાવેજ જમા કરીને પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા છે. RTE હેઠળ બોગસ દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓ સામે કાર્યવાહી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરી છે.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ 58 વિદ્યાર્થીના પ્રવેશ રદ કર્યા છે. શિક્ષણ વિભાગને મળેલી ફરિયાદના આધારે શંકાસ્પદ વિદ્યાર્થીઓના વાલીઓની તપાસ કરવામાં આવી હતી. આવા વાલીઓને રૂબરૂ બોલાવી દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી હતી. આઈટી રિટર્નની તપાસ કરાતા વાલીઓની આવક દોઢ લાખથી વધુ જોવા મળી હતી. જોકે, વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે ચાલુ શૈક્ષણિક વર્ષ સુધી જે-તે સ્કૂલમાં અભ્યાસ કરી શકશે. પરંતુ નવા શૈક્ષણિક સત્રથી પ્રવેશ રદ ગણાશે.
શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. ભારતની સંસદે 4 ઓગસ્ટ 2009 ના રોજ આ કાયદો ઘડ્યો હતો અને તે 1 એપ્રિલ 2010 ના રોજ અમલમાં આવ્યો હતો. આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે. આ લેખ દ્વારા, આપણે જાણીશું કે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 નું મહત્વ અને ઉદ્દેશ્ય શું છે, તેનાથી વિદ્યાર્થીઓને કેવી રીતે ફાયદો થઈ રહ્યો છે અને કઈ ખામીઓને સુધારવાની જરૂર છે.
શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 નો ઉદ્દેશ
- આ કાયદાનો ઉદ્દેશ્ય 6 થી 14 વર્ષની વયના દરેક બાળકને મફત પ્રાથમિક શિક્ષણ આપવાનો છે.
- 6 થી 14 વર્ષની વય જૂથના દરેક બાળકની ફરજિયાત નોંધણી, હાજરી અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવું.
- કલમ 6 હેઠળ, બાળકોને પડોશની કોઈપણ શાળામાં પ્રવેશ લેવાનો અધિકાર છે.
- આ કાયદો સુનિશ્ચિત કરે છે કે નબળા વર્ગો અને વંચિત જૂથોના બાળકો સાથે ભેદભાવ ન કરી શકાય.
- જો એવું બાળક હોય કે જે 6 વર્ષની ઉંમરે કોઈપણ શાળામાં એડમિશન ન લઈ શક્યું હોય તો તે તેની ઉંમર પ્રમાણે પછીથી ક્લાસમાં એડમિશન લઈ શકે છે.
- જો કોઈપણ શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવાની જોગવાઈ ન હોય તો, વિદ્યાર્થીને અન્ય કોઈપણ શાળામાં ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવામાં આવશે.
ખાનગી અને વિશેષ શ્રેણીની શાળાઓએ પણ આર્થિક રીતે નબળા સમુદાયના બાળકો માટે વર્ગ 1 માં 25% બેઠકો અનામત રાખવાની રહેશે.
- પ્રવેશની તારીખ વીતી ગયા પછી પણ કોઈપણ બાળકને શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં.
- કોઈપણ બાળકને કોઈપણ વર્ગમાં પ્રવેશ લેતા અટકાવવામાં આવશે નહીં કે તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.
- શાળામાં બાળકોને કોઈપણ પ્રકારનો શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવશે નહીં.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)