Ahmedabad: રમતા રમતા લિફ્ટમાં ગયો છ વર્ષનો બાળક, માથુ ફસાઇ જતા ઘટનાસ્થળે જ મોત
Ahmedabad: અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા છ વર્ષના બાળકનું મોત થયાની ઘટના બની હતી.
Ahmedabad: અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા છ વર્ષના બાળકનું મોત થયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના શાહીબાગ વિસ્તારમા લિફ્ટમાં ફસાતા છ વર્ષના બાળકનું મોત થયું હતું.
વસંત વિહાર ફ્લેટમાં અચાનક લિફ્ટનો દરવાજો બંધ થતા બાળક ફસાયો હતો. ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે બાળકનું માથું છૂંદાઇ જતા બાળકનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બાળકના મૃતદેહને અસારવા સિવિલ લઈ જવામાં આવ્યો હતો.
વસંત વિહાર ફ્લેટ-2માં રમતા રમતા 6 વર્ષનો બાળક લિફ્ટમાં ગયો હતો. ત્યારે અચાનક લિફ્ટનો દરવાજો બંધ થઇ જતા બાળક તેમાં ફસાઇ ગયો હતો. અચાનક લિફ્ટ ચાલુ થઇ જતા લિફ્ટની વચ્ચે બાળકનું માથું છૂંદાઇ જતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. શાહપુર ફાયરબ્રિગેડની ટીમે બાળકના મૃતદેહને લિફ્ટની વચ્ચેથી કાઢ્યો હતો. બાળકના મૃતદેહને અસારવા સિવિલ લઈ જવામાં આવ્યો હતો.
બીજી તરફ ગાંધીનગરના સલકી ગામમાં કપિરાજના હુમલામાં એક બાળકનું મોત થયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરના દહેગામ તાલુકાના સલકી ગામમાં કપિરાજના હુમલામાં 10 વર્ષના બાળકનું મોત થયાની ઘટના બની હતી.
ગામના મંદિર પાસે બાળકો રમી રહ્યા હતા ત્યારે કપિરાજે 10 વર્ષના દીપક ઠાકોર પર હુમલો કર્યો હતો. વાનરના હુમલામાં દીપકનું મોત થયું હતું. બાળકના મોતને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.