શોધખોળ કરો
Advertisement
કર્ફ્યૂના સમયમાં અમદાવાદમાં યુવાને જાહેરમાં તલવારથી કેક કાપી બર્થ-ડે ઉજવ્યો, વીડિયો વાયરલ
વિશાલ પંડ્યા નામના યુવકે તલવારથી કેક કાપીને પોતાની સોસાયટીના કોમન પ્લોટમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
અમદાવાદઃ શહેરમાં નિયમોના ધજાગરા ઉડાડતો એક વીડિયો સામે આવ્યો છે. કર્ફ્યૂના સમયમાં 30મી જાન્યુઆરીએ રાત્રે 12 કલાકે તલવારથી કેક કાપતો યુવાનોનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પ્રશાસનની કામગીરી પર સવાલ ઉભા થયા છે.
વિશાલ પંડ્યા નામના યુવકે તલવારથી કેક કાપીને પોતાની સોસાયટીના કોમન પ્લોટમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. જો કે, મોડે-મોડેથી જાગેલી રામોલ પોલીસે વાયરલ વીડિયોના આધારે વિશાલ પંડ્યા સહિત 5 લોકોની અટકાયત કરી હતી.
જન્મદિવસમાં વપરાયેલી તલવાર પણ પોલીસે કબ્જે કરી છે. અનેક કિસ્સાઓ છતાં પોલીસ આવા લોકો પર કાર્યવાહી કરવામાં મોડી પડે છે. કર્ફ્યૂનો ભંગ, જાહેરમાં જન્મદિવસની ઉજવણી થઈ અને પ્રશાસનના નિયમો જાણે માત્ર કાગળ પર જ રહી જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement