શોધખોળ કરો

Ahmedabad: શિક્ષક દિનની ગુજરાત પોલીસ દ્વારા અનોખી ઉજવણી, એક મંચ પર એકત્ર થયા DGP અને ADGP રેન્કના પૂર્વ અધિકારીઓ

Teacher Day 2024: અનેક નવીન પરિવર્તનો થકી ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કરનાર ડીજીપી અને એડીજીપી સહિતની રેન્કના સૌ નિવૃત્ત પોલીસ અધિકારીઓનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું.

અમદાવાદ: ગુરૂ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિન નિમિત્તે આજે ગુજરાત પોલીસ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પોલીસ અધિકારીઓએ પોતાની આખી જિંદગી ગુજરાત પોલીસ સેવામાં વિતાવી છે અને અનેક નવીન પરિવર્તનો હાથ ધરી ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કર્યો છે, તેવા ડીજીપી અને એડીજીપી સહિતની રેન્કના નિવૃત્ત પોલીસ અધિકારીઓને એક મંચ પર એકત્રિત કરી તમામ અધિકારીઓનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ૪૦થી વધુ નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સૌ આમંત્રિત નિવૃત્ત અધિકારીઓને આવકારતા જણાવ્યું હતું કે, દેશ અને રાજ્ય માટે જે સમર્પિત ભાવથી આપ સૌ નિવૃત્ત અધિકારીઓએ સેવા આપી છે તેનો આદર અને સન્માન કરવું એ માત્ર કર્તવ્ય જ નહિ અમારી ફરજ પણ છે.

વિકાસ સહાયે ઉમેર્યું કે, 'પરિવાર'ની ભાવના આપણા પોલીસ ખાતામાં વિશેષરૂપે જોવા મળે છે, એટલે જ 'પોલીસ પરિવાર' શબ્દ ખાસ સંભાળવા મળે છે. આ પરિવારમાં નિવૃત્ત પોલીસ અધિકારીઓ પણ એક મહત્વનું સ્થાન ધરાવે છે. એટલે જ, માર્ગદર્શક તરીકે ગુજરાત પોલીસને હરહંમેશ યોગ્ય રાહ ચીંધતા નિવૃત્ત સૌ અધિકારીઓને મેન્ટર તરીકે સન્માનિત કરવા માટે શિક્ષક દિનથી ઉચિત અન્ય કોઈ દિવસ ન હોઈ શકે.

આ પ્રસંગે પોલીસ ભવન ખાતે ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓની સુવિધા માટે અંદાજે રૂ.૭.૪૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક જીમ, ઘોડિયાઘર તેમજ બે કોન્ફરન્સ હોલનું પણ નિવૃત્ત અધિકારીઓ તેવા ગુરુજનોના હસ્તે નામાંકન કરવામાં આવ્યું હતું.
શિક્ષક દિવસ પ્રત્યેક વ્યક્તિને પોતાની સફળતાના આધાર એવા ગુરુજીનું સ્મરણ કરવાનું યાદ અપાવે છે. આજે ગુજરાત પોલીસે પણ સૌ પથદર્શક નિવૃત્ત અધિકારીઓ એવા ગુરુજનોનું સન્માન કરીને આ દિવસને સાચા અર્થમાં ઉજવ્યો છે.

આ વિશેષ સન્માન સમારોહ પ્રસંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સૌ આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત પ્લાન્ટ અને મોમેન્ટો આપીને કર્યું હતું. આ પ્રકારના કાર્યક્રમનું આયોજન સૌ પ્રથમ વખત થયું હોવાના ભાવ સાથે સૌ આમંત્રિત નિવૃત્ત અધિકારીઓ દ્વારા આ આયોજનની પ્રશંસા કરી હતી અને પોતાના લાગણીસભર પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે જેલ ડીજીપી  કે.એલ.એન રાવે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આર્મ્સ યુનિટ એડીજીપી રાજુ ભાર્ગવે સૌ આમંત્રિતોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમારોહમાં નિવૃત્ત ડીજીપી પી.કે.બંસલ, પી.સી. પાન્ડેય, એસ.એસ. ખંડવાવાલા, પ્રમોદ કુમાર, પી.પી. પાન્ડેય,  ગીતા જોહરી, શિવાનંદ ઝા,એ.કે. સિંઘ, ઓ.પી.માથુર, અનિલ પ્રથમ સહિતના નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ગુજરાત પોલીસમાં સેવારત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યની 4 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 1664 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યની 4 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 1664 કરોડ રૂપિયા ફાળવ્યા
PM Modi: PM મોદી આજે ફરી ગુજરાત આવશે, અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ધાટન અને શિલાન્યાસ
PM Modi: PM મોદી આજે ફરી ગુજરાત આવશે, અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ધાટન અને શિલાન્યાસ
Salman Khan: સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મેસેજ મોકલી માંગ્યા બે કરોડ
Salman Khan: સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મેસેજ મોકલી માંગ્યા બે કરોડ
US Election 2024: ચૂંટણી અગાઉના સર્વેએ તમામને ચોંકાવ્યા, ટ્રમ્પ અને કમલા હેરિસમાં કોનું પલડું છે ભારે?
US Election 2024: ચૂંટણી અગાઉના સર્વેએ તમામને ચોંકાવ્યા, ટ્રમ્પ અને કમલા હેરિસમાં કોનું પલડું છે ભારે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vankaner News: માટેલમાં યુવકને ઉપડ્યો હડકવાં, ત્રણ દિવસ પહેલા કૂતરુ કરડ્યું હતુંJafrabad Attack: ભાજપ MLA હીરા સોલંકીના જમાઈ પર થયો જીવલેણ હુમલોHun To Bolis: હું તો બોલીશ: આજ લક્ષ્મીનું કરીએ પૂજનHun To Bolish: હું તો બોલીશ: દિવાળી પર દેવાળું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યની 4 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 1664 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યની 4 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 1664 કરોડ રૂપિયા ફાળવ્યા
PM Modi: PM મોદી આજે ફરી ગુજરાત આવશે, અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ધાટન અને શિલાન્યાસ
PM Modi: PM મોદી આજે ફરી ગુજરાત આવશે, અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ધાટન અને શિલાન્યાસ
Salman Khan: સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મેસેજ મોકલી માંગ્યા બે કરોડ
Salman Khan: સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મેસેજ મોકલી માંગ્યા બે કરોડ
US Election 2024: ચૂંટણી અગાઉના સર્વેએ તમામને ચોંકાવ્યા, ટ્રમ્પ અને કમલા હેરિસમાં કોનું પલડું છે ભારે?
US Election 2024: ચૂંટણી અગાઉના સર્વેએ તમામને ચોંકાવ્યા, ટ્રમ્પ અને કમલા હેરિસમાં કોનું પલડું છે ભારે?
Cancer Medicine: કેન્સરના દર્દીઓને મળશે રાહત, સરકારે દવાઓ પરની કસ્ટમ ડ્યૂટી હટાવી
Cancer Medicine: કેન્સરના દર્દીઓને મળશે રાહત, સરકારે દવાઓ પરની કસ્ટમ ડ્યૂટી હટાવી
GST ફાઇલિંગ પર હવે નહી મળે આ છૂટ, સરકાર મુકવા જઇ રહી છે પ્રતિબંધ
GST ફાઇલિંગ પર હવે નહી મળે આ છૂટ, સરકાર મુકવા જઇ રહી છે પ્રતિબંધ
IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 
IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 
TRAI New Rule: એક નવેમ્બરથી બદલાઇ રહ્યા છે કોલિંગના આ નિયમો, Jio, એરટેલ, Vi અને BSNL યુઝર્સ આપે ધ્યાન
TRAI New Rule: એક નવેમ્બરથી બદલાઇ રહ્યા છે કોલિંગના આ નિયમો, Jio, એરટેલ, Vi અને BSNL યુઝર્સ આપે ધ્યાન
Embed widget