શોધખોળ કરો
Advertisement
C.R. પાટીલના હોમ ટાઉન સુરતમાં AAPના જોરદાર દેખાવથી ભાજપના શ્વાસ અધ્ધર, જાણો કોણ કેટલી બેઠકો પર આગળ ?
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શરૂઆતનાં રૂઝાનમાં ભાજપ 16 બેછકો પર આગળ હતો જ્યારે આણ આદમી પાર્ટી 11 બેઠકો પર આગળ નિકળતાં ભાજપને જોરદાર આંચકો લાગ્યો છે.
અમદાવાદઃ અમદાવાદ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી આજે મંગળવારે હાથ ધરાઈ છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમ ટાઉન સુરતમાં આણ આદમી પાર્ટીએ જોરદાર દેખાવ કરીને ભાજપને સ્તબ્ધ કરી દીધો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શરૂઆતનાં રૂઝાનમાં ભાજપ 16 બેછકો પર આગળ હતો જ્યારે આણ આદમી પાર્ટી 11 બેઠકો પર આગળ નિકળતાં ભાજપને જોરદાર આંચકો લાગ્યો છે. સુરતમાં કોંગ્રેસ પણ શરૂઆતના ટ્રેન્ડમાં 5 બેઠકો પર આગળ હોવાથી ભાજપ માટે અહીં કપરાં ચઢાણ દેખાઈ રહ્યાં છે.
સુરતનાં શરૂઆતનાં પરિણામોમાં ભાજપ અને આણ આદમી પાર્ટી વચ્ચે રસાકસી જોવા મળતાં ભાજપમાં સોપો પડી ગયો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 120 બેઠકો છે અને તેમાંથી 32 બેઠકોના ટ્રેન્ડ જોવા મળ્યા છે. સુરતમાં આણ આદમી પાર્ટીએ જોરદાર ટક્કર આપતાં ભાજપને ફટકો પડશે કે શું એવો સવાલ થવા માંડ્યો છે. આ વલણ 10.30 કલાક સુધીનાં છે.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું.
છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપા ની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement