(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Night Curfew : કઈ 14 કામગીરી સાથે સંકળાયેલા લોકોને નહીં લાગું પડે નાઇટ કર્ફ્યૂ?
ગઈ કાલે ગુજરાત સરકાર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઇન જાહેર કરી છે, ત્યારે નવા 17 શહેરો સાથે 27 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.
અમદાવાદઃ ગઈ કાલે ગુજરાત સરકાર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઇન જાહેર કરી છે, ત્યારે નવા 17 શહેરો સાથે 27 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. તેમજ ગાઇડલાઇનમાં વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને લઈને કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે પબ્લિક અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટને લઈને પણ મોટી જાહેરાત કરી છે. આ ઉપરાંત રાજ્યમાં 14 એવી કામગીરી છે, જેની સાથે સંકળાયેલા લોકોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલું જ નહીં, અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલા લોકો સાથે માનવીય અભિગમ દાખવવા સરકારે સૂચના આપી છે.
નાઇટ કર્ફ્યૂમાં તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ સાથે સંકળાયેલા લોકોને મુક્તી આપવમાં આવી છે. આ સાથે ઇન્ટરનેટ અને મોબાઇલ સર્વિસ સાથે સંકળાયેલા લોકો, મીડિયા, પેટ્રોલપંપ સાથે સંકળાયેલા લોકો, પોસ્ટ અને કુરિયર સાથે સંકળાયેલા લોકો, સિક્યુરિટી સેવા સહિત અલગ અલગ 14 કામગીરી સાથે સંકળાયેલા લોકોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે.
રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના દૈનિક કેસોનો આંક 25 હજારને નજીક પહોંચી ગયો છે. ત્યારે વધતા સંક્રમણ વચ્ચે કોરોના નિયંત્રણોની અવધિ આવતીકાલે પૂર્ણ થઈ હતી . ત્યારે આજે રાજ્ય સરકાર નવી SOP જાહેર કરવામાં આવી છે. રાજ્યના 27 શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે.
સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, વાંકાનેર, ધોરાજી, જેતપુર, અંકલેશ્વરમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરાયો છે. 29 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂની ગાઈડલાઈન અમલમાં રહેશે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
રાજ્યમાં લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમક્રિયા/દફનવિધીમાં મહત્તમમ 100 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે.
રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.22-01-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ 7 દિવસો માટે લંબાવીને તા 29 જાન્યુઆરી 2022 સુધીની કરવામાં આવી છે. તદ્દઅનુસાર, હવે 8 મહાનગરો ઉપરાંત 19 નગરોમાં તારીખ 22 મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા. 29 જાન્યુઆરી સુધી કરવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે. આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે.