શોધખોળ કરો

Ahmedabad News: અસલી નકલી ભૂવાની થઈ બબાલ, જટા કાપી વીડિયો વાયરલ કરવાની આપી ધમકી

એક ભૂવાએ અન્ય શખ્સો સાથે મળી અન્ય ભૂવાનું અપહરણ કર્યું હતું. જે બાદ જટા કાપી વીડિયો બનાવ્યો હતો. રાહુલ ઠાકોરનું બંદૂકની અણીએ અપહરણ કરી ધમકી આપી મંદિરમાં લઈ જવાયા હતા

Ahmedabad News: અમદાવાદમાં અસલી કોણ અને નકલી કોણ તે મામલે ભૂવાઓ વચ્ચે બબાલ થઈ હતી. એક ભૂવાએ અન્ય શખ્સો સાથે મળી અન્ય ભૂવાનું અપહરણ કર્યું હતું. જે બાદ જટા કાપી વીડિયો બનાવ્યો હતો. રાહુલ ઠાકોરનું બંદૂકની અણીએ અપહરણ કરી ધમકી આપી મંદિરમાં લઈ જવાયા હતા. બે શખ્સો પોલીસની ઓળખ આપી ઘરમાં ઘૂસ્યા હતા અને ઉઠાવીને લઈ ગયા હતા. જટા કાપેલો વીડિયો વાયરલ ન કરવા લાખો રૂપિયા માંગ્યા હતા. આ અંગે રાહુલે કીર્તિદાન, દિનેશ ભુવાજી, અનિલ ભુવાજી, ચેતન પંચાલ, હકુભા, યોગેશ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદ કરીશ તો પણ અમારું કંઈ બગાડી નહીં શકે

અસલી કોણ અને નકલી કોણ તે મામલે ભૂવાઓ વચ્ચે તકરાર થઇ હતી. પોતાને ભૂવા તરીકે ઓળખાવતા કેટલાક શખ્સોએ અન્ય ભૂવાનું અપહરણ કરી માર મારી તેની લાંબી જટા કાપી નાખી હતી. વળી, આ સમગ્ર બાબતનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. હુમલાખોરો પોલીસ ફરિયાદ કરીશ તો અમારું કંઇ બગાડી નહીં શકે કહી ધમકી આપી હતી. જેની જટા કપાઇ તે યુવકે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

નરોડામાં રાહુલ રમેશભાઇ ઠાકોર પરિવાર સાથે રહે છે. તા. 28મીએ રાહુલ ઘરે હાજર હતો ત્યારે રાજકોટનો કીર્તિદાન દેઠા અને અન્ય બે વ્યક્તિ પોલીસ તરીકે ઓળખ આપી ઘરમાં ઘૂસી આવ્યા હતા. તમામે રાહુલનું બંદૂકની અણીએ અપહરણ કર્યું હતું અને નિકોલ મંદિર લઇ ગયા હતા. જ્યાં દિનેશ ભૂવાજી, અનિલ ભૂવાજી, ચેતન પંચાલ, હકુભા, યોગેશ સહિત 15 જેટલા લોકો હાજર હતા. કીર્તિદાન સહિતના લોકોએ ભૂવાના નામે પૈસા લે છે તેમ કહી માર માર્યો હતો અને જબરજસ્તીથી વીડિયોગ્રાફી કરાવી લીધી હતી. ઉપરાંત રાહુલની લાંબી જટા કાપી હતી અને તેનો પણ એક વીડિયો ઉતાર્યો હતો. તમામે જણાવ્યું હતું કે, તારા ઘર પાસે લઇ જઇ તારો વીડિયો બધાને બતાવવાનો છે તેથી બીજાને પણ ખબર પડે. ઉપરાંત એવી પણ ધમકી આપી હતી કે, પોલીસ કેસ કર્યો છે તો તમને ઘરે આવીને મારા માણસો મારી નાખશે. પોલીસને તો હું મારા ખિસ્સામાં લઇને ફરું છું મારું કોઇ કશું જ બગાડી લેશે નહીં.પછી કીર્તિદાને જણાવ્યું હતું કે, હું તારો બનાવેલો વીડિયો ક્યાંય નહીં મૂકું તો તારે  9 લાખ આપવા પડશે. પૈસા નહીં આપે તો સોશિયલ મીડિયામાં વીડિયો મૂકી દઇશ. રાહુલે જણાવ્યું હતું કે, હું ખોટું કામ કરતો નથી અને મારી પાસે પૈસા પણ નથી. જેથી તમામે ફરી તેને માર્યો હતો. ત્યારબાદ રાહુલને ગાડીમાં લઇ તેના ઘરે આવ્યા હતા. જ્યાં પત્ની તેને જોઇ જતા ત્યાં પણ તેની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. આ મામલે રાહુલે કીર્તિદાન, દિનેશ ભૂવાજી, અનિલ ભૂવાજી, ચેતન પંચાલ, હકુભા, યોગેશ સહિતના લોકો સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget