શોધખોળ કરો

Triple Talaq : અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર પતિએ પત્નીને આપી દીધા ટ્રીપલ તલાક, કરી લીધા બીજા લગ્ન

શહેરમાં ત્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. શહેરના વેજલુપર વિસ્તારમાં પતિ સહિત 3 સાસરિયા વિરુધ્ધ  ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રેમ લગ્ન કરનાર પતિએ પત્નીને ટ્રીપલ તલાક આપ્યા છે.

અમદાવાદઃ શહેરમાં ત્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. શહેરના વેજલુપર વિસ્તારમાં પતિ સહિત 3 સાસરિયા વિરુધ્ધ  ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રેમ લગ્ન કરનાર પતિએ પત્નીને ટ્રીપલ તલાક આપ્યા છે. તેમજ ગેરકાયદેસર રીતે પતિએ બીજા લગ્ન કર્યા હોવાનો આક્ષેપ પત્નીએ ફરિયાદમાં લગાવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

Ahmedabad Crime : પતિની રાહ જોઈ રહેલી પરણીતને 3-3 નરાધમોએ બનાવી હવસનો શિકાર

અમદાવાદઃ પતિની રાહ જોતી પરિણીતાને બંધક બનાવી 3 નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. પરિણીતાએ પોતાના પતિને આ અંગે જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જ્યાં બનાવના બે મહિના બાદ પોલીસે ગેંગ રેપની કલમો હેઠળ ગુનો નોંધી નરાધમોની ધરપકડ કરી છે. સરખેજ પોલીસે વસીમ ઉર્ફે રાજા પઠાણ, અનિશખાન પઠાણ અને ઈદ્રીશ ઘાંચીની ધરપકડ કરી છે. 

આ અંગેની વધુ વિગતો એવી છે કે, બે મહિના પહેલા પરણીતા  મોડી રાતે પતિની રાહ જોઈ રહી હતી. આ સમયે  પરિણીતાને રિક્ષામાં ખેંચી બળજબરીપૂર્વક તેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. 34 વર્ષીય મહિલાનો દુષ્કર્મ સમયનો વીડિયો આરોપીએ રેકોર્ડ કરી મહિલાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. સાથે જ આરોપી ફરિયાદીના પતિને ઓળખતા હોવાથી મારી નાંખવાની ધમકી આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

ફરિયાદ પ્રમાણે, બે મહિના પહેલા તે પતિની રાહ જોઈ રાતે  અઢી વાગ્યાની આસપાસ અંબર ટાવર સામેના મેદાન પાસે ઉભી હતી. આ સમયે આરોપી વસીમ ઉર્ફે રાજા પઠાણ તેની રિક્ષામાં તેને ઉઠાવી ગયો હતો. અન્ય બે આરોપી અનિશ અને ઈદ્રીસની સાથે મળી તેની સાથે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ દુષ્કર્મનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આરોપીઓએ પતિને મારી નાંખવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી મળતા પરણીતાએ અત્યાર સુધી ફરિયાદ નોંધાવી ન હતી.

હવે પરણીતાએ પતિને સમગ્ર બનાવ વિશે વાતચીત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરી છે. વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

Gujarat Crime : સુરેન્દ્રનગરની પરણીતાના એક તરફી પ્રેમમાં પડ્યા સુરતના PI, મોર્ફ કરી બનાવ્યો અશ્લીલ વીડિયો ને પછી....

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરની પરિણીતાના એકતરફી પ્રેમમાં પાગલ સુરતના પીઆઇ વિરૂદ્ધ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. સુરતમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા યુવકે તેમના હોદ્દાનો દુરઉપયોગ કરી પરિણીતાની કોલ ડીટેઇલ કઢાવી પરિણીતા જે વ્યક્તિઓ સાથે વાત કરતી હતી તે લોકોને ફોન તેમજ બિભત્સ મેસેજ કરી પરેશાન કરતો હોવાની પણ ફરીયાદ કરી છે. 

અગાઉ અંદાજે ૬ માસ પહેલા પીઆઇ તેમના ડ્રાઇવર સાથે મહિલાના ઘરે ધસી જઇ મહિલાને લાફા ઝીંકી દીધા હોવાનો પણ ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર પરિણીતાનો મોર્ફ કરીને અશ્લીલ વીડિયો બનાવી પરિણીતાના જેઠના મોબાઇલમાં મોકલ્યો હોવાનો પણ ફરીયાદમાં આક્ષેપ છે. સુરેન્દ્રનગર બિ ડિવિઝન પોલીસ મથકે પીઆઇ તેમજ તેમના ડ્રાઇવર જતીનભાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
Embed widget