(Source: ECI/ABP News/ABP Majha)
ભાવનગરઃ વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો, રમતાં-રમતાં બાળક કુવામાં પડી જતાં મોત
ભાવનગરઃ નાના બાળકો સાથે થતી અકસ્માતની ઘટનાઓ અવારનવાર ઘટતી હોય છે. ત્યારે ફરીથી આવી જ એક ઘટના સામે આવી છે જે વાલીઓ માટે ચેતવણીરૂપ છે.
ભાવનગરઃ નાના બાળકો સાથે થતી અકસ્માતની ઘટનાઓ અવારનવાર ઘટતી હોય છે. ત્યારે ફરીથી આવી જ એક ઘટના સામે આવી છે જે વાલીઓ માટે ચેતવણીરૂપ છે. ભાવનગર શહેરની સર.ટી હોસ્પિટલ સામે આવેલ અનુપમા બંગલાની આ ઘટના છે જયાં ગઈકાલે સાંજના સુમારે એક 9 વર્ષનું બાળક રમી રહ્યું હતું અને રમતા-રમતા અચાનક 80 ફુટ ઉંડા કુવામાં પડી ગયું હતું.
બાળકોનું ધ્યાન રાખવું ખુબ જ જરુરી હોય છે. ત્યારે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ભાવનગરમાં સામે આવ્યો છે. સર.ટી હોસ્પિટલ સામે આવેલ અનુપમા બંગલા પાસે 9 વર્ષનું બાળક રમતાં-રમતાં બંગલા પાસે આવેલા કુવામાં પડી ગયું હતું. બનાવ અંગેની જાણ ફાયર વિભાગની કરાતા 80 ફૂટ ઊંડા કૂવામાંથી બાળકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આરૂષ શાહ નામના ૯ વર્ષીય બાળકને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે એ.ડીવીઝન પોલીસ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
નવસારી: એક જ પરિવારના 5 લોકોની અંતિયાત્રા નિકળતા ગામમાં શોકનો માહોલ
નવસારી: કસ્બા ધોળાપીપળા માર્ગ પર ગઈકાલે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. ગઈકાલે સાંજના સમયે ઈકો કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા એક જ કુટુંબના પાંચ લોકોના મોત નિપજ્યા હતા. જેમા નવસારી ગ્રામ્ય પોલીસે ગણતરીની કલાકોમાં ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી હતી. સંજય ધ્રુવ ઠાકુર નામનો ડ્રાઈવર અકસ્માત કરી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ટ્રક પર મુકેલ કન્ટેનર શિવ ગણેશ લોજિસ્ટિકનું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ડ્રાઇવરે અકસ્માત કેવી રીતે સર્જયો એ અંગે પૂછપરછ ચાલુ છે. તો બીજી તરફ આજે અકસ્માતમાં મોતને ભેટેલા 5 લોકો સમરોલી ગામેથી એક સાથે અંતિમયાત્રા નીકળતા ગામનું વાતાવરણ ગમગી બની ગયું હતું. આ અંતિમયાત્રામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ જોડાયા હતા.
સોમવારે થયો હતો અકસ્માત
કસ્બા ધોલાપીપલા માર્ગ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં પુર ઝડપે દોડતા કન્ટેનર સાથે ઇકો કાર ભટકાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કન્ટેનર ઇકો કાર પર પડતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા હતા. નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી રોડ બંધ કરાવી મૃતકોની મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ ત્રણ મૃતદેહોને બહાર કઢાયા છે અને કારમાં હજી પણ બે મૃતદેહો ફસાયા હોવાથી ક્રેનની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ ચાલું છે. આ ગમખ્વાર અકસ્માતના કારણે રસ્તો બંધ થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.