![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Adani Group: LICના 30,000 કરોડ રૂપિયા જોખમમાં! જાણો અદાણી રોકાણની રકમ હવે કેટલી થઈ ગઈ
અદાણી ગ્રૂપના લિસ્ટેડ દસમાંથી આઠ શેરો ઘટ્યા હતા. આનાથી ગ્રુપના માર્કેટ કેપમાં રૂ. 20,000 કરોડનો ઘટાડો થયો છે.
![Adani Group: LICના 30,000 કરોડ રૂપિયા જોખમમાં! જાણો અદાણી રોકાણની રકમ હવે કેટલી થઈ ગઈ Adani Group: Rs 30,000 crore of LIC in danger! Know the amount of investment left in Adani Group Adani Group: LICના 30,000 કરોડ રૂપિયા જોખમમાં! જાણો અદાણી રોકાણની રકમ હવે કેટલી થઈ ગઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/5b5b0576b1f83cb88e229c063ef419601677169223565290_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Adani Group: દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસી (LIC) એ અદાણી ગ્રૂપની દસમાંથી સાત કંપનીઓમાં રૂ. 30,127 કરોડનું રોકાણ કર્યું હતું. 24 જાન્યુઆરીના રોજ આ રોકાણનું મૂલ્ય 81,268 કરોડ રૂપિયા હતું. પરંતુ હવે તે ઘટીને 33,149 કરોડ રૂપિયા થઈ ગયું છે. અમેરિકાની શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં ખળભળાટ મચી ગયો છે. ગ્રુપનું માર્કેટ કેપ 60 ટકાથી વધુ વધ્યું છે. શેરોમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અદાણી ગ્રુપના શેરમાં LICનો નફો ઘટીને માત્ર 3,000 રૂપિયા થયો છે. જો અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડાનો ટ્રેન્ડ આમ જ ચાલુ રહેશે તો LICને મોટું નુકસાન થઈ શકે છે. અદાણી ગ્રુપને 24મી જાન્યુઆરીના રોજ આવેલા એક રિપોર્ટથી મોટો ફટકો પડ્યો છે. ગ્રુપનું માર્કેટ કેપ 60 ટકા ઘટ્યું છે.
LICએ 30 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે તેણે અદાણી ગ્રૂપના શેર્સમાં રૂ. 30,127 કરોડનું રોકાણ કર્યું છે. 27 જાન્યુઆરીના રોજ આ રોકાણનું મૂલ્ય 56,142 કરોડ રૂપિયા હતું. ડિસેમ્બર ક્વાર્ટરના ત્રિમાસિક શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, LIC એ અદાણી ગ્રૂપની સાત કંપનીઓમાં રોકાણ કર્યું હતું. તેમાં ACC, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અંબુજા સિમેન્ટ્સનો સમાવેશ થાય છે. 30 સપ્ટેમ્બર, 2022ના આંકડાઓ અનુસાર, LICની કુલ સંપત્તિ અંડર મેનેજમેન્ટ (AUM) 41.66 લાખ કરોડ રૂપિયા હતી. LICએ કહ્યું હતું કે અદાણી ગ્રૂપમાં તેનું રોકાણ તેની કુલ AUMના એક ટકાથી પણ ઓછું છે.
અદાણી ગ્રૂપના લિસ્ટેડ દસમાંથી આઠ શેરો ઘટ્યા હતા. આનાથી ગ્રુપના માર્કેટ કેપમાં રૂ. 20,000 કરોડનો ઘટાડો થયો છે. છેલ્લા એક મહિનામાં અદાણી ગ્રુપનું માર્કેટ કેપ 60 ટકાથી વધુ ઘટીને રૂ. 7.38 લાખ કરોડ થયું છે. અદાણી રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે અનેક પગલાં લઈ રહી છે પરંતુ હજુ સુધી તેની કોઈ અસર દેખાઈ રહી નથી. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા છે.
ગુરુવારના સત્રમાં શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. અને આ સતત પાંચમું ટ્રેડિંગ સેશન છે જ્યારે ભારતીય બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં ભારતીય શેરબજારના રોકાણકારોના રૂ. 7.50 લાખ કરોડનું નુકસાન થયું છે. અને જ્યારથી અદાણી જૂથ વિરુદ્ધ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યો છે, ત્યારથી ભારતીય બજારના રોકાણકારોને 20 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)