BT Group Layoff: આ ટેલિકોમ કંપની 55,000 કર્મચારીઓની કરશે છટણી, ખર્ચ ઓછો કરવાની કવાયત
અગાઉ વોડાફોને પણ જાહેરાત કરી છે કે કંપની 11,000 કર્મચારીઓની છટણી કરશે
BT Group Layoff: અત્યાર સુધી આઈટી અને ટેક કંપનીઓ છટણી કરી રહી હતી પરંતુ હવે ટેલિકોમ કંપનીઓ પણ છટણી કરવા જઈ રહી છે. યુનાઇટેડ કિંગડમ સ્થિત ટેલિકોમ કંપની બીટી ગ્રુપે 55,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.
બીટી ગ્રુપે ગુરુવારે જણાવ્યું હતું કે કંપનીના પુનર્ગઠન અને ખર્ચમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓની સંખ્યા ઓછી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BT ગ્રુપ આગામી દાયકામાં 55,000 લોકોની છટણી કરશે. કંપનીમાં કુલ 1,30,000 કર્મચારીઓ છે, જેમાં સ્ટાફથી લઈને કોન્ટ્રાક્ટરોનો સમાવેશ થાય છે. બીટી ગ્રુપે તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે 2030 સુધીમાં કંપની તેના કર્મચારીઓની સંખ્યા 75,000 થી ઘટાડીને 90,000 કરવાની તૈયારી કરી રહી છે. કંપનીના CEO ફિલિપ જેન્સને જણાવ્યું હતું કે દાયકાના અંત સુધીમાં કંપની ઓછા કર્મચારીઓ રાખશે જેથી ખર્ચમાં ઘટાડો કરી શકાય. તેમણે કહ્યું કે નવું બીટી ગ્રુપ નાનું હશે અને તેનું ભવિષ્ય પણ ઉજ્જવળ હશે.
અગાઉ, યુકે સ્થિત ટેલિકોમ કંપની વોડાફોને પણ જાહેરાત કરી છે કે કંપની 11,000 કર્મચારીઓની છટણી કરશે. વોડાફોન યુરોપ અને આફ્રિકામાં ઓપરેટ કરે છે. BT ગ્રુપનું કહેવું છે કે તેમની ફાઈબર-ઓપ્ટિક બ્રોડબેન્ડ અને 5G સેવાના સંપૂર્ણ રોલઆઉટ પછી તેને આટલા મોટા કર્મચારીઓની જરૂર રહેશે નહીં.
વૈશ્વિક આર્થિક કટોકટી, ફુગાવો અને આર્થિક વૃદ્ધિ ધીમી પડ્યા પછી કંપનીઓ સતત તેમના ખર્ચાઓને ઘટાડવા માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં ટેક અને ટેલિકોમ કંપનીઓએ હજારો કર્મચારીઓની છટણી કરી છે. ગૂગલ, માઈક્રોસોફ્ટ, આઈબીએમથી લઈને ફેસબુક, ટ્વિટર, અમેઝોન જેવી કંપનીઓએ હજારો કર્મચારીઓની છટણી કરી છે. આ કંપનીઓ મોંઘી લોનથી પણ પરેશાન છે. ફેડ રિઝર્વે વ્યાજ દરોમાં સતત વધારો કર્યો છે.
ઘટી ગઈ અંબાણી અને અદાણીની સંપત્તિ, હવે અબજોપતિઓની યાદીમાં આ સ્થાને પહોંચ્યા
World's Top 10 Billionaires: વિશ્વના અબજોપતિઓની યાદીમાં પ્રથમ સ્થાનેથી ટોચના 10 સુધીની કઠિન સ્પર્ધા છે. ઘણા ધનકુબેરોની જગ્યાએ બદલાવ આવ્યો છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બર્નાર્ડ આર્નોલ્ટ છે અને તેમની સ્પર્ધા લાંબા સમયથી બીજા સ્થાને રહેલા ઇલોન મસ્ક સાથે જોવા મળી રહી છે.
અહીં, જેફ બેઝોસ અને બિલ ગેટ્સ ઇલોન મસ્કની ખૂબ નજીક છે. આ બંને ત્રીજા અને ચોથા સ્થાન પર છે. તે જ સમયે, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી લાંબા સમયથી ટોપ 10માંથી બહાર ચાલી રહ્યા છે. ફેબ્રુઆરીમાં મુકેશ અંબાણી આ યાદીમાં 8મા સ્થાને હતા અને હવે તેઓ 13મા સ્થાને સરકી ગયા છે. આ વર્ષે બંનેની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
અદાણી અને અંબાણી ક્યાં પહોંચ્યા
આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. એક સમયે વિશ્વના અમીરોની યાદીમાં ચોથા નંબરે રહેલા ગૌતમ અદાણી આ રિપોર્ટ સામે આવ્યા બાદ 37માં સ્થાને પહોંચી ગયા હતા. જોકે, થોડા દિવસોમાં સ્વસ્થ થવાને કારણે તે હવે 23મા સ્થાને છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર તેમની પાસે કુલ 53.9 બિલિયન ડોલરની સંપત્તિ છે. મુકેશ અંબાણી અબજોપતિઓની યાદીમાં 8માથી 13મા સ્થાને પહોંચી ગયા છે અને તેમની કુલ સંપત્તિ ઘટીને $84 બિલિયન થઈ ગઈ છે