(Source: ECI/ABP News/ABP Majha)
Cryptocurrency News Today: ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શાનદાર તેજી, તમામ મુખ્ય ડિજિટલ કરન્સીમાં ઉછાળો
છેલ્લા 24 કલાકમાં ત્રણ ક્રિપ્ટોમાં સૌથી વધુ ઉછાળો આવ્યો જેમાં CatBoy, Egoras Credit (EGC) અને FaithfulDoge (FDoge) નો સમાવેશ થાય છે.
Cryptocurrency News: આજે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સારો ઉછાળો આવ્યો છે. ગુરુવારે સવારે 10.32 વાગ્યા સુધીમાં, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ 4.72% વધીને $1.83 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. સોલાના અને કાર્ડાનો (Cardano – ADA) નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. આજે એક એવો ક્રિપ્ટો કોઈન છે, જે 1000 ટકાથી વધુ ઉછળ્યો છે.
Coinmarketcap ના ડેટા અનુસાર, બુધવારે આ સમાચાર લખાયાના સમયે, Bitcoin 4.81% વધીને $41,063.10 પર ટ્રેડ કરી રહ્યું હતું, જ્યારે Ethereum ની કિંમત છેલ્લા 24 કલાકમાં 5.51% વધીને $2,765.00 પર હતી. . બિટકોઈન પ્રભુત્વ આજે 42.7% છે. ઇથેરિયમનું માર્કેટ વર્ચસ્વ સહેજ વધીને 18.2% થયું છે.
કયા ક્રિપ્ટોની શું સ્થિતિ છે?
- એવલોન્ચ (Avalanche) - કિંમત: $76.14, ઉછાળો: 10.77%
- સોલાના (Solana – SOL) - કિંમત: $88.59, ઉછાળો: 8.09%
- કાર્ડાનો (Cardano – ADA) - કિંમત: $0.8537, ઉછાળો: 7.12%
- ડોજેકોઈન Dogecoin (DOGE) - કિંમત: $0.1185, ઉછાળો: 5.12%
- શિબા ઇનુ (Shiba Inu) - કિંમત: $0.00002266, ઉછાળો: 4.40%
- એક્સઆરપી (XRP) - કિંમત: $0.7944, ડાઉન: 4.32%
- બીએનબી (BNB) - કિંમત: $384.96, ઉછાળો: 4.24%
- ટેરા લુના (Terra – LUNA) - કિંમત: $88.96, ઉછાળો: 1.49%
સૌથી વધુ આ ક્રિપ્ટોમાં ઉછાળો
છેલ્લા 24 કલાકમાં ત્રણ ક્રિપ્ટોમાં સૌથી વધુ ઉછાળો આવ્યો જેમાં CatBoy, Egoras Credit (EGC) અને FaithfulDoge (FDoge) નો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં CatBoy નો કોઈન 1013.16% વધ્યો છે, જ્યારે Egoras Credit (EGC) નો કોઈન 246.83% વધ્યો છે. આ સિવાય FaithfulDoge (FDoge) માં 240.27%નો ઉછાળો જોવા મળ્યો હતો.