Dhanteras 2021: દુનિયામાં સોનામાં ટક્કર આપી રહી છે આ કરંસી, જાણો વિગત
Dhanteras 2021: નિષ્ણાતો મુજબ ક્રિપ્ટો માર્કેટ એક વર્ષમાં 90 ટકા સુધી વધ્યું છે. તેમાં ટ્રેડિંગ વોલ્યુમમાં 1000 ટકાનો વધારો થયો છે.
Diwali 2021: ભારતમાં વર્ષોથી ધનતેરસના દિવસે સોના-ચાંદીમાં રોકાણ શુભ માનવામાં આવે છે. આજકાલ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણની પર ભરપૂર ચર્ચા થઈ રહી છે. પરંતુ એવો સવાલ ઉઠી રહ્યો છે કે ક્રિપ્ટોકરન્સી રોકાણ મામલે સોનાને ટક્કર આપી શકે છે. અત્યાર સુધી બિટકોઈનની ચમકે સૌને ચોંકાવ્યા છે. આ સ્થિતિમાં દિવાળી પર ક્રિપ્ટો કેટલું ધન વરસાવી શકે તે સવાલ થઈ રહ્યો છે. બીજો સવાલ દિવાળીમાં સોનું અને બિટકોઈનમાં કયો શ્રેષ્ઠ વિકલ્પ છે અને આગામી દિવાળી સુધી શું આઉટલુક હશે
બંપર રિટર્ન
ગત દિવાળી થી ચાલુ વર્ષની દિવાળી સુધી Bitcoin એ 360 ટકા, Ethereum એ 1,023 ટકા, Polkadot એ 119 ટકા, Litecoin એ 299 ટકા, Ripple એ 361 ટકા, Stellar એ 384 ટકા, Cardano એ 2,005 ટકા અને Dogecoin એ 10412 ટકા વળતર આપ્યું છે.
કેટલું વધ્યું માર્કેટ
નિષ્ણાતો મુજબ ક્રિપ્ટો માર્કેટ એક વર્ષમાં 90 ટકા સુધી વધ્યું છે. તેમાં ટ્રેડિંગ વોલ્યુમમાં 1000 ટકાનો વધારો થયો છે. ક્રિપ્ટોના રેગ્યુલેશનને લઈ પોઝિટિવ સમાચારોને સપોર્ટ મળ્યો છે. ગ્લોબલ સ્તરે ક્રિપ્ટો સાથે સંકળાયેલી કેટલીક સકારાત્મક વાતોથી ભારતમાં પણ તેના પ્રત્યે લોકોનું વલણ વધ્યું છે.
ક્રિપ્ટો પર મહત્વની જાણકારી
ભારત હજુ સુધી ક્રિપ્ટોને લઈ કાયદો નથી. ક્રિપ્ટો નોટ કે સિક્કા તરીકે પ્રિંટ થયેલી ન હોવાછી આ માટે કોઈ બેંક કે એટીએમ નથી હોતું. ક્રિપ્ટો કરંસી એક ડિજિટલ એસેટ છે. જે ઘણા દેશોમાં શોપિંગ અને સર્વિસેઝ તરીકે ઉપયોગમાં લેવાય છે. ક્રિપ્ટો કરંસીનું માર્કેટ ઘણું ઉતાર ચઢાવ ભરેલું હોય છે. તેથી રૂપિયા ડૂબવાનો પણ ખતરો હોય છે. આ કારમે મોટા રોકાણથી બચવું જોઈએ. રોકાણકારોને જે ટોકનમાં પૈસા લગાવવાના હોય તે અંગે પૂરતી જાણકારી હોવી જરૂરી છે. ભારતમાં ક્રિપ્ટોમાં રોકાણ કરતી વખતે ટેક્સના નિયમોની જાણકારી જરૂર રાખો.