FD Rates Increased: ICICI બેંક ગ્રાહકો માટે સારા સમાચાર! બેંકે FDના વ્યાજદરમાં કર્યો વધારો
FD Rates Increased: તાજેતરમાં જ કોટક મહિન્દ્રા બેંકે તેના FD દરમાં વધારો કર્યો છે. હવે ICICI બેંકે તેના FD દરો વધારવાનો નિર્ણય કર્યો છે.
FD Rates Increased: તાજેતરમાં જ કોટક મહિન્દ્રા બેંકે તેના FD દરમાં વધારો કર્યો છે. હવે ICICI બેંકે તેના FD દરો વધારવાનો નિર્ણય કર્યો છે.
FD Rates Hike: દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક ICICI બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. બેંકે તેના ફિક્સ્ડ ડિપોઝિટ રેટના વ્યાજ દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વધારો બલ્ક એફડી પર કરવામાં આવ્યો છે. બેંકે આ તેની 2 કરોડથી 5 કરોડ રૂપિયાની એફડી પર કર્યું છે. બેંકે જાહેરાત કરી છે કે આ નવા દરો 7 જાન્યુઆરી, 2022થી અમલમાં આવ્યા છે અને હવે ગ્રાહકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD પર વધુ વ્યાજ મળશે. બેંક આ સમયગાળા દરમિયાન ગ્રાહકોને 4.50% થી 6.75% સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે. તે જ સમયે, મહત્તમ વ્યાજ દર 15 મહિનાથી 2 વર્ષ સુધીની FD પર 7.15% ઓફર કરે છે. ચાલો અલગ-અલગ સમયગાળા પર મળી રહેલ વ્યાજ દર વિશે જણાવીએ
2 થી 5 કરોડ રૂપિયાની FD પર ICICI બેંક આપી રહી છે આટલું વ્યાજ:
7 થી 14 દિવસ FD - 4.50%
15 થી 29 દિવસની FD - 4.50%
30 થી 45 દિવસની FD - 5.25%
46 થી 60 દિવસની FD – 5.50%
61 થી 90 દિવસની FD – 5.75%
91 થી 184 દિવસની FD - 6.25%
185 દિવસથી 270 દિવસની FD - 6.50%
271 દિવસથી 1 વર્ષ સુધીની FD – 6.65%
1 વર્ષથી 15 મહિનાની FD - 7.10%
15 મહિનાથી 2 વર્ષ સુધીની FD - 7.15%
2 વર્ષથી 3 વર્ષ સુધીની FD - 7.00%
3 વર્ષથી 10 વર્ષ સુધીની FD - 6.75%
કોટક મહિન્દ્રા બેંકે પણ વધાર્યો વ્યાજ દર:
કોટક મહિન્દ્રા બેંકે પણ તાજેતરમાં તેના FD દર વધારવાનો નિર્ણય કર્યો છે. આ વધારો 2 કરોડથી ઓછીની FD પર કરવામાં આવ્યો છે. નવા દરો 4 જાન્યુઆરી, 2023થી અમલમાં આવ્યા છે. બેંકે વિવિધ કાર્યકાળની FD પર 50 બેસિસ પોઈન્ટ્સ વધારવાનો નિર્ણય કર્યો છે. આ વધારા બાદ બેંક સામાન્ય ગ્રાહકોને 7 % અને વરિષ્ઠ નાગરિકોને 7.5% વ્યાજ દર ઓફર કરી રહી છે. ચાલો અલગ-અલગ સમયગાળા પર ઉપલબ્ધ વ્યાજ દર વિશે જાણીએ-
7 થી 14 દિવસની FD - 3.25%
15 થી 30 દિવસની FD - 3.50%
30 થી 45 દિવસની FD - 5.25%
46 થી 60 દિવસની FD - 5.50%
61 થી 90 દિવસની FD – 5.75%
91 થી 184 દિવસની FD - 6.25%
185 થી 270 દિવસની FD - 6.50%
271 દિવસથી 1 વર્ષ સુધીની FD - 6.65%
1 વર્ષથી 15 મહિના સુધીની FD - 7.10%
15 મહિનાથી 2 વર્ષ સુધીની FD - 7.15%
2 થી 3 વર્ષ માટે FD - 7.00%
3 થી 10 વર્ષ સુધીની FD - 6.75%
RBIનો રેપો રેટમાં વધારો:
તમને જણાવી દઈએ કે દેશમાં મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2022માં અનેક વખત વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આરબીઆઈએ રેપો રેટ 4.00%થી વધારીને 6.25% કર્યો છે. આવી સ્થિતિમાં, તેની બેંકના FDના દરોમાં સતત વધારો થયો છે જેમ કે FD દર, બચત ખાતા, RD દર. આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં બેંક લોનના વ્યાજદરમાં પણ અનેકગણો વધારો થયો છે. તાજેતરમાં, દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે કેનેરા બેંકે તેના MCLRમાં વધારો કર્યો છે. આ વધારા બાદ હવે ગ્રાહકોએ હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન વગેરે પર વધુ EMI ચૂકવવી પડશે.