શોધખોળ કરો
કોરોના ઇફેક્ટઃ આગામી છ મહિનામાં 4.88 લાખ કરોડની લોન લેશે સરકાર
આ જાણકારી આર્થિક મામલાના સચિવ અતનુ ચક્રવર્તીએ આપી હતી.
![કોરોના ઇફેક્ટઃ આગામી છ મહિનામાં 4.88 લાખ કરોડની લોન લેશે સરકાર Govt to Borrow Rs 4.88 Lakh Crore in First Half of FY21: DEA Secretary Atanu Chakraborty કોરોના ઇફેક્ટઃ આગામી છ મહિનામાં 4.88 લાખ કરોડની લોન લેશે સરકાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/01231254/11.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશની ઇકોનોમીને નુકસાન પહોંચી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે સરકાર આગામી છ મહિનામાં 4.88 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાની તૈયારીમાં છે. આ જાણકારી આર્થિક મામલાના સચિવ અતનુ ચક્રવર્તીએ આપી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2020-21ના બજેટમાં બજારમાંથી 7.8 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાનો અંદાજ લગાવ્યો હતો. જેનો અર્થ થાય છે કે આ રકમનો લગભગ 60 ટકા હિસ્સો સરકાર શરૂઆતના છ મહિનામાં લેશે. નાણામંત્રીએ 2020-21નું સામાન્ય બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે નવા નાણાકીય વર્ષમાં બજારમાંથી ઉપાડેલી રકમનો એક મોટો હિસ્સો મૂડી ખર્ચમાં થશે. સરકારે મૂડી ખર્ચમાં 21 ટકાનો વધારો કરવાની જોગવાઇ કરી છે.
નોંધનીય છે કે સરકાર પોતાના રાજકોષીય ખોટને પુરી કરવા માટે બજારમાંથી રૂપિયા લે છે. આ માટે બોન્ડ અને ટ્રેઝરી બિલ જાહેર કરવામાં આવે છે. વર્ષ 2020-21માં બજેટમાં સરકારની રાજકોષીય ખોટ 7.96 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે લોકડાઉનના કારણે ઇકોનોમીને 120 અબજ ડોલર નુકસાન થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)