(Source: ECI/ABP News/ABP Majha)
અહીં 20-20 તોલા સોનાનાં દાગીના પહીરને મહિલાઓ રમે છે રાસ, જાણો આ અનોખા ગરબા વિશે
હાલ સમગ્ર રાજયમાં નવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે. પરંતુ આજનાં આધુનિક યુગમાં યુવાનો ગુજરાતની પરંપરાઓ ભૂલી વેસ્ટન કલચર તરફ આગળ વધી રહ્યા છે.
રાસ ગરબા નૃત્ય એ ગુજરાત ની ઓળખ છે. બદલતા સમય સાથે વેસ્ટર્ન કલ્ચરે ને કારણે ભાતીગળ ગરબા આજ ના યુવાનો ના મન માંથી વિસરી રહ્યા છે. ત્યારે આ પ્રાચીન ગરબા ને પોરબંદર જીલ્લા ની મહેર જ્ઞાતિ એ મણિયારો રાસ નામ આપી ને આજ ના આધુનિક યુગ માં જાળવી રાખયા છે અને તે પણ પરંપરાગત પોષાક અને મોંઘા દાટ સોનાનાં દાગીના પેહરી ને રમતા નજરે પડે છે. મહિલા ઓ પણ ભાતીગળ પહેરવેશ અને સોનાનાં દાગીના પહેરી રાસ ગરબાની રમઝટ બોલાવે છે.
હાલ સમગ્ર રાજયમાં નવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે. પરંતુ આજનાં આધુનિક યુગમાં યુવાનો ગુજરાતની પરંપરાઓ ભૂલી વેસ્ટન કલચર તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે પોરબંદરમાં મહેર સમાજ દ્વારા પરંપરાગત રાસ ગરબા આજે પણ જાળવી રાખ્યા છે. પોરબંદરમાં મોટી સંખ્યામાં મહેર સમાજ વસવાટ કરે છે. મહેર સમાજ રાજપૂત ક્ષત્રિય જાતી છે કે જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત હાસલ કરી હતી ત્યારે બુંગીયોઢોલ વગાડી વિજયોત્સવ મનાવામાંમાં આવે છે.
આ મણિયારો રાસ જન્માષ્ટમી, હોળી અને નવરાત્રીમાં પરંપરાગત પોષક પેહરીને રમવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં દર વર્ષે મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પાંચમાં નોરતે મહેર સમાજનાં ભાઈઓ-બહેનો દ્વારા પરંપરાગત પોષાક પહેરીને રાસ ગરબાની રમઝટ બોલાવે છે. આ ઉપરાંત મહેર જ્ઞાતિની મહિલાઓ પોતાના શરીરે 20-20 તોલા સોનાનાં દાગીના પહેરી ગરબે ઘૂમે છે.
ગુજરાતનાં લોકનૃત્યમાં રાસનાં ઘણા સ્વરૂપ છે જેમાંનો એક રાસ છે મણિયારો રાસ કે જે ખાસ કરીને પોરબંદર જીલ્લામાં રમવામાં આવે છે. રાસમાં પુરુષો અને મહિલાઓ અલગ અલગ રીતે પોતપોતાના જુદા જુદા સ્ટેપથી રાસ રમે છે. આવીજ રીતે રાસ રમીને આ રાસની પરંપરાને જાળવી રાખવા અને આગળ વધારવા માટે મહેર જ્ઞાતિમાં મોટાભાગના લોકો નવી પેઢીને આ રાસ, ગરબા અને મણિયારો રાસ શિખડાવે છે.
મહિલાઓ જયારે આ રાસડા રમવા આવે છે ત્યારે પોતાનો પોષાક હોઈ છે ઢારવો, કાપડું, ઓઢણી અને ડોકમાં સોનાનાં હાર (જુમણું ) કાનમાં વેઢલા પેહરે છે. જયારે પુરુષો રમે છે ત્યારે આંગણી, ચોયણી પાઘડી, અને ખેસ પેહરીને રાસ રમે છે.
આજનાં જમાનામાં સોનાનાં ભાવ સાંભળીને લોકો સોનું લેવાનું ટાળે છે ત્યારે મહેર જ્ઞાતિની મહિલા ઓ પોતાના શરીરે 20-20 તોલા સોનાનાં દાગીના પહેરી કોઈ પણ જાતની બીક વગર પુરા જોશશી રાસ-ગરબાની રમઝટ બોલાવે છે.