શોધખોળ કરો
Advertisement
આવકવેરા વિભાગે કરદાતાઓને આપી મોટી રાહત, જાણો શું પરિપત્ર બહાર પાડ્યો ?
કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડ (સીબીડીટી)એ એક આદેશમાં કહ્યું છે કે, ઇલેક્ટ્રોનિક રીતે ભરવામાં આવેલ મોટી સંખ્યામાં આવકવેરા રિટર્ન હજુ પણ પેન્ડિંગ છે.
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે સોમવારે એવા કરદાતાઓને ફરી એક વખત છૂટ આપી છે જેમણે આકારણી વર્ષ 2015-16થી 2019-20 માટે ઇલેક્ટ્રોનિક રીતે ફાઈલ કરવામાં આવેલ રિટર્નનું હજુ સુધી વેરિફિકેશન કરાવ્યું નથી. વિભાગે 30 સપ્ટેમ્બર, 2020 સુધી વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી કરવા માટે કહ્યું છે. કોઈ પણ કરદાતા ડિજિટિલ સિગ્નેચર વગર આવકવેરા રિટર્ન ઇલેક્ટ્રોનિક રીતે ભરે છે તો તેણે તેનું વેરિફિકેશન આધાર ‘વન ટાઈપ પાસવર્ડ’ અથવા ઈ-ફાઇલિંગ ખાતા પર નેટ બેન્કિંગ દ્વારા અથવા ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોરડ (ઈવીસી) અથવા આઈટીઆર-5ના ફોર્મ પર સિગ્નેચર કરી તેને સીપીસી બેંગલુરુ મોકલવાનું હોય છે. કરદાતાએ આ બધું આઈટીઆર અપલોડ થયાના 120 દિવસની અંદર કરવાનું હોય છે.
કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડ (સીબીડીટી)એ એક આદેશમાં કહ્યું છે કે, ઇલેક્ટ્રોનિક રીતે ભરવામાં આવેલ મોટી સંખ્યામાં આવકવેરા રિટર્ન હજુ પણ પેન્ડિંગ છે. તેનું કારણ આઈટીઆર-5 (વેરિફિકેશન) ફોર્મ સંબંધિત કરદાતાઓ દ્વારા સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર (સીપીસી) બેંગલુરુ ન મોકલવાનું છે. આદેશ અનુસાર સમય પર આઈટીઆર-5 જમા ન કરાવવાથી રિટર્ન ‘ન ભરાયેલ’ એટલે કે અમાન્ય ગણવામાં આવે છે. તેની સાથે જોડાયેલ ફરિયાદના વન ટાઈમ સમાધાનના ઇરાદાથી સીબીડીટીએ આકારણી વર્ષ 2015-16, 2016-17, 2018-19 અને 2019-20 માટે ઇલેક્ટ્રોનિક રીતે ફાઈલ કરવામાં આવેલ રિટર્નના વેરિફિકેશનની મંજૂરી આપી છે.
30 સપ્ટેમ્બર સુધી વેરિફિકેશન જરૂરી
તે અંતર્ગત અથવા તો આઈટી-5 ફોર્મ પર સિગ્નેચર કરી તેને સીપીસી બેંગલુરુ મોકલવાનું અથવા ઈવીસી/ઓટીપી દ્વારા તેનું વેરિફિકેશન કરાવી શકાય છે. આ રીતે વેરિફિકેશન 30 સપ્ટેમ્બર, 2020 સુધી પુરું કરવું જરૂરી છે. જોકે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, આ છૂટ એ કેસમાં લાગુ નહીં થાય, જેમાં આ દરમિયાન આવકવેરા વિભાગે રિટર્નને ‘ન ભરાયેલા’ જાહેર કર્યા બાદા સંબંધિત કરદાતાઓએ રિટર્ન ભરવા સુનિશ્ચિત કરવુા માટે કાયદા અંતર્ગત પહેલાથી જ કોઈ પગલા લીધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion