શોધખોળ કરો

IT ઇન્ડસ્ટ્રીઝમાં થશે નોકરીઓમાં ઘટાડો, દેશની આ દિગ્ગજ કંપનીઓ કેમ્પસ પ્લેસમેન્ટમાં નહી થાય સામેલ

IT Industry May Stop Hiring New People: આ ક્ષેત્રની દિગ્ગજ ગણાતી ચાર મોટી કંપનીઓ નવી ભરતી નહી કરવાનું વિચારી રહી છે.

IT Industry May Stop Hiring New People: જો તમે આઈટી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છો, આ વર્ષે કોર્સ પૂરો કરી રહ્યા છો અથવા તમારું ભવિષ્ય અહીં બનાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આ વર્ષે આઈટી ઈન્ડસ્ટ્રીમાં નોકરીઓમાં ઘટાડો થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના વૈશ્વિક નુકસાનને કારણે આવું થઈ શકે છે. આ ક્ષેત્રની દિગ્ગજ ગણાતી ચાર મોટી કંપનીઓ નવી ભરતી નહી કરવાનું વિચારી રહી છે.

શું કહે છે રિપોર્ટ

આ સંદર્ભમાં મિન્ટના અહેવાલ અનુસાર, દેશની ટોચની IT રિક્રુટર કંપનીઓ નવી ભરતી કરવાનું ટાળી રહી છે. Tata Consultancy Services Limited, Infosys Limited, HCL Technologies Limited અને Wiproમાં કુલ કર્મચારીઓની સંખ્યામાં 49,936 નો ઘટાડો થયો છે. આ ડેટા ત્રિમાસિક અને વાર્ષિક નાણાકીય અહેવાલોમાંથી એકત્રિત કરવામાં આવ્યો છે.

શા માટે નોકરીમાં ઘટાડો થયો?

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે IT ઉદ્યોગની ચાર મોટી કંપનીઓમાં છેલ્લા પાંચ વર્ષમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો કાપ છે. આ પહેલા અહીં કર્મચારીઓની સંખ્યા એટલી ઘટી નથી જેટલી ગત નાણાકીય વર્ષમાં ઘટી હતી. આ સારો સંકેત નથી. તેનું કારણ વૈશ્વિક આર્થિક સંકટ છે જેના કારણે ભારતના આઈટી ઉદ્યોગને લગભગ 245 અબજ ડોલરનું નુકસાન થયું છે.

નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2022 માં આ ચાર મોટી કંપનીઓમાં ઘણી ભરતી થઇ હતી કારણ કે તે સમયે બધુ ટેકનોલોજી આધારિત થવા લાગ્યું હતું. આ વર્ષમાં લગભગ 3 લાખ લોકોને નોકરી આપવામાં આવી હતી અને આ કંપનીઓ ટોચ પર હતી. જો કે આ વર્ષે દ્રશ્ય બદલાઈ શકે છે.

નવી ભરતીમાં મુશ્કેલી આવશે

ઉદ્યોગ નિષ્ણાતો પણ માને છે કે આ વર્ષના અંત સુધીમાં નવા આઇટી સ્નાતકોને નોકરી મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો કે, એવી પણ શક્યતા છે કે જો આ વર્ષે આટલા બધો કાપ આવશે તો ભવિષ્યમાં નોકરીની સંભાવનાઓ વધુ સારી રહેશે. એટલું જ નહીં, ઇન્ફોસિસ અને વિપ્રોએ તો એમ પણ કહ્યું છે કે તેઓ આ ક્વાર્ટરમાં કેમ્પસ ભરતીમાં ભાગ નહીં લે. એકંદરે આઇટી ઉદ્યોગના વિકાસ પર નકારાત્મક અસર જોવા મળી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચારAmreli | MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાHemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
General Knowledge: જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Embed widget