શોધખોળ કરો

Joyalukkas IPO: ગોલ્ડ રિટેલ કંપની 2300 કરોડનો IPO લાવશે! સેબીમાં કરી અરજી, જાણો સંપૂર્ણ વિગતો

કંપની પાસે સોના, હીરા અને પ્લેટિનમ અને ચાંદી જેવા અન્ય કિંમતી પત્થરોથી બનેલા આભૂષણોની યાદી છે.

Joyalukkas India IPO to Launch: કેરળ સ્થિત જ્વેલરી રિટેલ ચેઈન કંપની જોયાલુક્કાસ ઈન્ડિયા લિમિટેડ ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (આઈપીઓ) લાવવાની યોજના ધરાવે છે. જોયલુક્કાસ ઈન્ડિયાએ આ માટે માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) પાસે દસ્તાવેજો (DRHP) સબમિટ કર્યા છે. DRHP અનુસાર, ગોલ્ડ રિટેઈન ચેઈન કંપની આઈપીઓ દ્વારા આશરે રૂ. 2300 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપની આઈપીઓમાંથી મળેલી રકમનો ઉપયોગ તેના દેવું ઘટાડવા માટે કરશે. તે જ સમયે, કેટલીક રકમનો ઉપયોગ નવા શોરૂમ ખોલવા માટે કરવામાં આવશે. 28 ફેબ્રુઆરી 2022ના રોજ કંપની પર કુલ બાકી દેવું રૂ. 1524.47 કરોડ હતું. આ પહેલા ટાટા ગ્રુપની ટાઈટન કંપની અને કલ્યાણ જ્વેલર્સ પણ આ સેક્ટરમાંથી માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓ છે.

દેશભરમાં 85 શોરૂમ

Joyalukkas ભારતમાં 68 શહેરોમાં "Joyalukkas" બ્રાન્ડ નામ હેઠળ 85 શોરૂમ ધરાવે છે. તેમાંથી 6 શોરૂમનો વિસ્તાર 8000 ચોરસ ફૂટ કે તેથી વધુ છે. ચેન્નાઈમાં એક શોરૂમનો વિસ્તાર 13000 ચોરસ ફૂટ છે, જે સૌથી મોટો છે. એક રિપોર્ટ અનુસાર, ગોલ્ડ રિટેલ ચેન જોયાલુક્કાસનું નામ એ 5 ભારતીય જ્વેલરી બ્રાન્ડ્સમાં સામેલ છે જેણે વિશ્વભરની ટોચની 100 લક્ઝરી કંપનીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

નફામાં કંપની

કંપની પાસે સોના, હીરા અને પ્લેટિનમ અને ચાંદી જેવા અન્ય કિંમતી પત્થરોથી બનેલા આભૂષણોની યાદી છે. તેની પ્રોડક્ટ પ્રોફાઇલમાં પરંપરાગત, સમકાલીન અને સંયોજન ડિઝાઇનનો સમાવેશ થાય છે. દરેક શોરૂમને તેની સોના, હીરા અને અન્ય જ્વેલરી ઇન્વેન્ટરીમાં પ્રાદેશિક ગ્રાહક પસંદગીઓ અને વિવિધ ડિઝાઇન મળશે. કંપનીનું ફોકસ ઇનોવેશન અને ડિઝાઇન પર છે. આ ઉપરાંત, કંપનીનું ધ્યાન ગુણવત્તા, બજારના વલણો અને ગ્રાહકોની પસંદગીઓ પર પણ છે.

સપ્ટેમ્બર 2021 સુધીના નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં કંપનીની આવક રૂ. 4,012.26 કરોડ હતી જે એક વર્ષ અગાઉ રૂ. 2,088.77 કરોડ હતી. આ સમયગાળા માટે ચોખ્ખો નફો રૂ. 268.95 કરોડ રહ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 248.61 કરોડ હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Embed widget