શોધખોળ કરો
Advertisement

કર્મચારી સાથે અફેરને કારણે McDonald'sએ CEOને નોકરીમાંથી હાંકી કાઢ્યા
ઇસ્ટરબ્રુક સ્વીકાર્યું કે તેનો નામ કર્મચારી સાથેનો સંબંધ હતો અને તેણે મોકલાવેલા મેઇલમાં તેણે તેની ‘ભૂલ’ છે.

નવી દિલ્હીઃ મેકડોનાલ્ડ્સને પોતાના ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસર (સીઈઓ)ને કંપનીની પોલિસીનું ઉલ્લંઘન કરવાના કારણે તગેડી મૂક્યા છે. સીઈઓના એક સહ કર્મચારી સાથે સહમતિ સાથે સંબધ બાંધ્યા હતા. રવિવારે ફાસ્ટ ફૂડ કંપનીએ કહ્યું કે, પૂર્વ પ્રેસિડન્ટ અને સીઈઓ સ્ટીવ ઈસ્ટરબ્રુકને ખરાબ નિર્ણય લીધો. મેકડોનાલ્ડ્સે પ્રત્ય કે પરોક્ષ રીતે સહ કર્મચારી સાથે રોમાન્ટિક સંબંધો રાખવાની ના પાડી છે.
ઇસ્ટરબ્રુક સ્વીકાર્યું કે તેનો નામ કર્મચારી સાથેનો સંબંધ હતો અને તેણે મોકલાવેલા મેઇલમાં તેણે તેની ‘ભૂલ’ છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, ‘કંપનીના મૂલ્યો જોતાં, હું બોર્ડ સાથે સંમત છું કે મારે આગળ વધવાનો સમય આવી ગયો છે.' જો કે, તેના સંબંધ વિશે વિગતો જાહેર કરવામાં આવી નથી.
મેકડોનાલ્ડ્સના મેનેજિંગ બોર્ડે ગહન સમીક્ષા કર્યા બાદ શુકર્વારે ઈસ્ટરબ્રુકને હટાવવા માટે મતદાન કર્યું. ઈસ્ટરબ્રુક 2015થી સીઈઓ હતા. મેકડોનાલ્ડ્સ એ કર્મચારી વિશે કોઈ જાણકારી નહીં આપે જેની સાથે ઈસ્ટરબ્રુકના સંબંધ હતા.
હાલમાં જ મેકડોનાલ્ડના યુએસએના પ્રમુખ તરીકે તેના નવા પ્રમુખ અને સીઈઓ તરીકે ફરજ બજાવતા ક્રિસ કેમ્પસિંસ્કીનું નામ બોર્ડે આપ્યું છે. તેઓ હવે મેકડોનાલ્ડ્સના નવા પ્રેસિડન્ટ અને સીઈઓ તરીકે કામ કરશે. મેકડોનાલ્ડ્સના બોર્ડના અધ્યક્ષ એનરિક હર્નાન્ડેઇઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મેકડોનાલ્ડ્સના વ્યૂહાત્મક યોજનાના વિકાસમાં કેમ્પ્ઝિંસ્કીનું મહત્ત્વ હતું અને તેણે મેકડોનાલ્ડના ઇતિહાસમાં યુ.એસ.ના વ્યાપારના સૌથી વ્યાપક પરિવર્તનની દેખરેખ રાખી હતી. ‘સ્ટીવ મને મેકડોનાલ્ડ્સમાં લાવ્યો હતો અને તે મદદગાર માર્ગદર્શક હતો' કેમ્પ્ઝિન્સકીએ જણાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement
