IND VS PAK: ભારતની જીત બાદ દિલ્હી પોલીસનું ટ્વીટ વાયરલ, વાંચીને તમે હસી હસીને લોથપોથ થઈ જશો...
Delhi Police Tweet after Team India Victory: દિલ્હી પોલીસે રવિવારે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી, જેમાં પડોશી દેશમાંથી કેટલાક વિચિત્ર અવાજો સાંભળવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો

Delhi Police Tweet after Team India Victory: કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાના શાનદાર બૉલિંગ પ્રદર્શન અને વિરાટ કોહલીની અણનમ સદીની મદદથી ભારતે રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ચેમ્પિયન્સ ટ્રૉફીની હાઇ-વૉલ્ટેજ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટથી હરાવ્યું. ભારતની આ ગ્રેટ વિક્ટ્રી બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. ક્રિકેટ ચાહકોએ આ જીતની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી. ભારતની આ જીત પર દિલ્હી પોલીસે એક રમુજી પૉસ્ટ બનાવીને શેર કરી છે અને પાકિસ્તાનની હાર પર કટાક્ષ કર્યો છે.
દિલ્હી પોલીસે રવિવારે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી, જેમાં પડોશી દેશમાંથી કેટલાક વિચિત્ર અવાજો સાંભળવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. દિલ્હી પોલીસે પોસ્ટમાં લખ્યું, "પડોશી દેશમાંથી હમણાં જ કેટલાક વિચિત્ર અવાજો સાંભળ્યા, આશા છે કે તે ફક્ત ટીવી તૂટવાનો અવાજ હશે."
Just heard some weird noises from the neighbouring Country.
— Delhi Police (@DelhiPolice) February 23, 2025
Hope those were just TVs Breaking. #INDvsPAK #ViratKohli #TeamIndia #BleedBlue #51stODI #CongratulationsTeamIndia
હકીકતમાં, જ્યારે પણ પાકિસ્તાન ભારત સામે મેચ હારે છે, ત્યારે સોશિયલ મીડિયા પર ગરમાગરમ ચર્ચા શરૂ થાય છે કે પાકિસ્તાનીઓએ હવે પોતાના ટીવી તોડવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી પોલીસની આ પોસ્ટ આનાથી સંબંધિત છે, જેમાં લખ્યું છે કે હમણાં જ પડોશી દેશમાંથી કેટલાક વિચિત્ર અવાજો સંભળાયા, આશા છે કે આ ફક્ત ટીવી તૂટવાના અવાજો હશે.
ટીમ ઇન્ડિયાને મળી બીજી જીત
રવિવારે ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ટીમ ઈન્ડિયાએ પોતાનો બીજો વિજય મેળવ્યો. લીગ સ્ટેજની 5મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ ૨૪૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં સઉદ શકીલે ૬૨ રનનો સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાને બે સફળતા મળી. લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 45 બોલ બાકી રહેતા 6 વિકેટે મેચ જીતી લીધી. વિરાટ કોહલીની સદી ઉપરાંત શ્રેયસ ઐયરે 56 રન અને શુભમન ગિલે 46 રન બનાવ્યા હતાં.
આ પણ વાંચો
'જહાં મેટર બડે હોતે હૈ, વહાં કિંગ કોહલી...' IND vs Pak મેચ બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
