શોધખોળ કરો
મુકેશ અંબાણી વોરેન બફેટને પાછળ છોડી વિશ્વના સૌથી ધનાઢ્યોમાં આઠમા ક્રમે, જાણો કેટલી છે સંપત્તિ
મુકેશ અંબાણીની સંપતિમાં મોટા વધારા સાથે એ વિશ્વના ટોચના 10 સૌથી શ્રીમંતોના એક્ઝક્લુઝિવ ક્લબમાં ગત મહિને સ્થાન મેળવનારા એક માત્ર એશીયન ટાયકૂન બન્યા છે.
![મુકેશ અંબાણી વોરેન બફેટને પાછળ છોડી વિશ્વના સૌથી ધનાઢ્યોમાં આઠમા ક્રમે, જાણો કેટલી છે સંપત્તિ Mukesh Ambani is the eighth richest man in the world overtakes Warren Buffett મુકેશ અંબાણી વોરેન બફેટને પાછળ છોડી વિશ્વના સૌથી ધનાઢ્યોમાં આઠમા ક્રમે, જાણો કેટલી છે સંપત્તિ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/20024457/mukesh-ambani-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બર્કશાયર હૈથવેના વોરેન બફેટ, ગૂગલના લેરી પેજ અને સર્જે બ્રીનને પાછળ છોડી હવે વિશ્વના સાતમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. વિશ્વના ટોપ-10 ધનાઢ્યોની યાદીમાં સમગ્ર એશિયામાંથી મુકેશ અંબાણીનું નામ છે.
બ્લુમબર્ગ બિલીયોનર્સ ઇન્ડેક્સ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપતિ હવે 68.3 અબજ ડોલર પહોંચી છે, જ્યારે વોરેન બફેટની સંપતિ 67.9 અબજ ડોલર રહી છે.
રિલાયન્સ જિઓને ફસેબુક ઇન્ટ. અને સિલ્વર લેક સહિતની કંપનીઓએ 15 અબજ ડોલરથી પણ વધુ રોકાણ મળ્યું છે. જેના કારણે કંપનીના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ માર્ચ 2020ના તળીયેથી બે ગણો થઈ ગયો છે.
મુકેશ અંબાણીની સંપતિમાં મોટા વધારા સાથે એ વિશ્વના ટોચના 10 સૌથી શ્રીમંતોના એક્ઝક્લુઝિવ ક્લબમાં ગત મહિને સ્થાન મેળવનારા એક માત્ર એશીયન ટાયકૂન બન્યા છે. પરંતુ વોરેન બફેટ દ્વારા આ સપ્તાહમાં જ 2.9 અબજ ડોલર દાનમાં આપવામાં આવ્યા છે.
89 વર્ષીય ઓરેકલ ઓફ ઓમાહા તરીકે ઓળખાતા વોરન બફે દ્વારા વર્ષ 2006થી બર્કશાયર હેથવે ઈન્ક.ના 37 અબજ ડોલરથી વધુ દાન કરાતાં શ્રીમંતોની યાદીમાં નીચે ઉતર્યા છે. આ સાથે બર્કશાયર હેથવેના શેરનું પ્રદર્શન હાલમાં નબળું જોવા મળી રહ્યં છે. વિશ્વના 10 ટોચના શ્રીમંતોની યાદીમાં 63 વર્ષીય મુકેશ અંબાણી હવે આઠમાં સ્થાને રહ્યા છે, જ્યારે વોરેન બફેટ નવમાં સ્થાને રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)