Mukesh Ambani : મુકેશ અંબાણી કરશે અધધ 12,28,73,25,00,000 રૂપિયાની કમાણી
જો કે, કંપનીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે ટેક્નોલોજી વધારવા માટે કંપનીએ બીજી તરફ કંપનીઓ સાથે જોડાણ કરવું પડશે, જેથી તેમને આ બિઝનેસમાં ફાયદો મળી શકે.

New Energy Business : એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના જૂથ રિલાયન્સનું સમગ્ર ધ્યાન ન્યૂ એનર્જી બિઝનેસ પર છે. આથી જ તેમણે આ ધંધામાં મોટો દાવ પણ ખેલ્યો છે. સેનફોર્ડ સી. બર્નસ્ટીનના રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નવા એનર્જી બિઝનેસથી 10 થી 15 બિલિયન ડોલર એટલે કે 1.29 લાખ કરોડ એટલે કે, 12,28,73,25,00,000 રૂપિયા કમાઈ શકે છે. જો કે, કંપનીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે ટેક્નોલોજી વધારવા માટે કંપનીએ બીજી તરફ કંપનીઓ સાથે જોડાણ કરવું પડશે, જેથી તેમને આ બિઝનેસમાં ફાયદો મળી શકે.
TAM વધીને $30 બિલિયન થઈ શકે છે
2050 સુધીમાં ભારતમાં $2,000 બિલિયનના રોકાણ સાથે ભારતમાં રિલાયન્સ માટે સ્વચ્છ ઉર્જા (સૌર, બેટરી, ઈલેક્ટ્રોલાઈઝર્સ અને ફ્યુઅલ સેલ) એ વિકાસનો નવો આધારસ્તંભ છે. ભારત 2030 સુધીમાં 280 GW સૌર ક્ષમતા અને 5 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનના લક્ષ્ય સાથે ચાલી રહ્યું છે. બ્રોકરેજ કંપનીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, અમારું અનુમાન છે કે પેસેન્જર અને કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા પાંચ ટકા સુધી પહોંચી જશે, જ્યારે ટુ-વ્હીલર્સના કિસ્સામાં તે 21 ટકા હશે. સ્વચ્છ ઉર્જા માટેનું કુલ ઉપલબ્ધ બજાર હાલમાં $10 બિલિયનથી વધીને 2030 સુધીમાં $30 બિલિયન થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, અમે 2050 સુધીમાં તે $200 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા સેવાઈ રહી છે.
આ બ્રોકરેજ પેઢીએ અંદાજ આપ્યો હતો
મિન્ટના અહેવાલમાં બ્રોકરેજ ફર્મ સેનફોર્ડ સી બર્નસ્ટેઇનને ટાંકીને જણાવ્યું હતું કે, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2030 સુધીમાં સૌરથી હાઇડ્રોજન સુધીના નવા ઉર્જા વ્યવસાયોથી $10-15 બિલિયનની કમાણી કરી શકે છે. જો કે, બર્નસ્ટીને ઉમેર્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નવા એક્વિઝિશન અથવા ભાગીદારી દ્વારા ટેક્નોલોજીમાં તેની મર્યાદિત કુશળતાની ભરપાઈ કરવી પડશે.
આટલી આવક થઈ શકે છે
ઓઈલથી લઈને ટેલિકોમ સેક્ટર સુધી કામ કરી રહેલા રિલાયન્સ ગ્રુપે સોલાર મેન્યુફેક્ચરિંગ સાથે હાઈડ્રોજન માર્કેટમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. રિલાયન્સ 2030 સુધીમાં 100 GW સ્થાપિત સૌર ક્ષમતા ધરાવવાની યોજના ધરાવે છે, જે દેશના 280 GWના લક્ષ્યના 35 ટકા છે. બર્નસ્ટીને કહ્યું કે, 2030 સુધીમાં, અમે રિલાયન્સને સોલર માર્કેટનો 60 ટકા, બેટરી માર્કેટનો 30 ટકા અને હાઇડ્રોજન માર્કેટનો 20 ટકા હિસ્સો મેળવવાની અપેક્ષા રાખીએ છીએ. રિપોર્ટ અનુસાર, અમારું અનુમાન છે કે રિલાયન્સ 2030માં નવા એનર્જી બિઝનેસમાંથી આશરે $10-15 બિલિયનની આવક પેદા કરી શકે છે, જે TAMના લગભગ 40 ટકા હશે.

