શોધખોળ કરો

Job Alert: યુવાનો માટે સારા સમાચાર, કેન્દ્ર સરકારે કહ્યું- આ પોર્ટલ પર 20 લાખથી વધુ નોકરીઓ ઉપલબ્ધ છે

National Career Service Portal: સરકારે નોકરી શોધી રહેલા યુવાનો અને સંભવિત કર્મચારીઓની શોધ કરી રહેલી કંપનીઓની સુવિધા માટે નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલની શરૂઆત કરી છે...

રોજગારની શોધ કરી રહેલા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ એટલે કે એનસીએસ પોર્ટલ પર હાલમાં 20 લાખથી વધુ જગ્યાઓની ખાલી જગ્યાઓ આવી છે. આવું પહેલીવાર થયું છે, જ્યારે એનસીએસ પોર્ટલ પર કુલ ખાલી જગ્યાઓ 20 લાખને પાર કરી ગઈ છે.

શ્રમ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવી આ વાત

શ્રમ અને રોજગાર મંત્રાલયે આની માહિતી મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં આપી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે 30 જુલાઈ 2024ના રોજ પહેલીવાર પોર્ટલ પર ખાલી જગ્યાઓની કુલ સંખ્યા 20 લાખથી વધી ગઈ છે. સત્તાવાર નિવેદન અનુસાર, હાલમાં સૌથી વધુ ખાલી જગ્યાઓ ફાઇનાન્સ અને વીમા ક્ષેત્રમાં છે. તે સિવાય ઓપરેશન્સ, સપોર્ટ, મેન્યુફેક્ચરિંગ વગેરે ક્ષેત્રોમાં પણ મોટી સંખ્યામાં લોકોની જરૂર છે.

આ ક્ષેત્રોમાં સૌથી વધુ ખાલી જગ્યાઓ

મંત્રાલયે જણાવ્યું કે, હાલમાં પોર્ટલ પર ફાઇનાન્સથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધીના વિવિધ ક્ષેત્રોમાં ખાલી જગ્યાઓની ભરમાર છે. સૌથી વધુ 14.7 લાખ ખાલી જગ્યાઓ ફાઇનાન્સ અને વીમા ક્ષેત્રમાં છે. એ જ રીતે ઓપરેશન્સ અને સપોર્ટમાં 1.08 લાખ, સર્વિસ સેક્ટરની અન્ય પ્રવૃત્તિઓમાં 0.75 લાખ, મેન્યુફેક્ચરિંગમાં 0.71 લાખ, ટ્રાન્સપોર્ટ અને સ્ટોરેજમાં 0.59 લાખ, આઈટી અને કમ્યુનિકેશનમાં 0.58 લાખ, શિક્ષણમાં 0.43 લાખ, હોલસેલ અને રિટેલમાં 0.25 લાખ અને આરોગ્યમાં 0.20 લાખ ખાલી જગ્યાઓ છે.

ફ્રેશર યુવાનો માટે તકોની ભરમાર

પોર્ટલ પર ઉપલબ્ધ ખાલી જગ્યાઓની સારી વાત એ છે કે ઉપલબ્ધ તકોમાં ફ્રેશર્સ માટે પણ ઘણી તકો છે. મંત્રાલય અનુસાર, પોર્ટલ પર ઉપલબ્ધ મોટાભાગની નોકરીઓ 12મા ધોરણથી લઈને આઈટીઆઈ અને ડિપ્લોમાનો અભ્યાસ કરનારા યુવાનો માટે છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત અને નિષ્ણાત લાયકાત ધરાવતા લોકો માટે વિશિષ્ટ તકો પણ પોર્ટલ પર ઉપલબ્ધ છે.

મંત્રાલયે અપડેટેડ વર્ઝન રજૂ કર્યું

મંત્રાલયે નોકરી શોધી રહેલા લોકોને તકો ઉપલબ્ધ કરાવવા અને કંપનીઓને યોગ્ય કર્મચારીઓ શોધવામાં મદદ કરવા માટે નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલની શરૂઆત કરી છે. હાલમાં તેનું અપડેટેડ વર્ઝન NCS 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે, જેને સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કર્યું છે. એનસીએસ પોર્ટલ પર જોબ ફેર, અન્ય જોબ પોર્ટલના એપીઆઈ ઇન્ટીગ્રેશન અને કંપનીઓ દ્વારા કાઢવામાં આવતી ખાલી જગ્યાઓ દ્વારા તકો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરવો પડે તેવી સ્થિતિ, ચારેકોર થઈ રહી છે ટીકા
શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરવો પડે તેવી સ્થિતિ, ચારેકોર થઈ રહી છે ટીકા
Rain Forecast: MP રાજસ્થાન સહિત  દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ
Rain Forecast: MP રાજસ્થાન સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ
Gujarat Rain Live Updates: 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નડિયાદ અને દસક્રોઈમાં 10 ઈંચથી વધુ વરસાદ
Gujarat Rain Live Updates: 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નડિયાદ અને દસક્રોઈમાં 10 ઈંચથી વધુ વરસાદ
ગૂગલની મોટી જાહેરાત, 25 ઓગસ્ટથી બંધ થવા જઈ રહી છે આ સર્વિસ, હવે શું કરશે યુઝર્સ?
ગૂગલની મોટી જાહેરાત, 25 ઓગસ્ટથી બંધ થવા જઈ રહી છે આ સર્વિસ, હવે શું કરશે યુઝર્સ?
Advertisement

વિડિઓઝ

Retired Teachers Recruitment In Gujarat : નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર થશે રદ? જુઓ મોટા સમાચાર
Barabanki Temple Stampede: બારાબંકીના અવસાનેશ્વર મંદિરમાં ભાગદોડમાં બેનાં મોત
Kheda School Holiday: ખેડામાં ભારે વરસાદની આગાહીને પગલે સ્કૂલોમાં રજા જાહેર, જુઓ મોટા સમાચાર
Gujarat Rain Forecast : આગામી 1 કલાકમાં ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast: સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં ક્યાં ક્યાે વરસાદનું ઓરેન્જ એલર્ટ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરવો પડે તેવી સ્થિતિ, ચારેકોર થઈ રહી છે ટીકા
શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરવો પડે તેવી સ્થિતિ, ચારેકોર થઈ રહી છે ટીકા
Rain Forecast: MP રાજસ્થાન સહિત  દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ
Rain Forecast: MP રાજસ્થાન સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ
Gujarat Rain Live Updates: 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નડિયાદ અને દસક્રોઈમાં 10 ઈંચથી વધુ વરસાદ
Gujarat Rain Live Updates: 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નડિયાદ અને દસક્રોઈમાં 10 ઈંચથી વધુ વરસાદ
ગૂગલની મોટી જાહેરાત, 25 ઓગસ્ટથી બંધ થવા જઈ રહી છે આ સર્વિસ, હવે શું કરશે યુઝર્સ?
ગૂગલની મોટી જાહેરાત, 25 ઓગસ્ટથી બંધ થવા જઈ રહી છે આ સર્વિસ, હવે શું કરશે યુઝર્સ?
Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
એક ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમ! તમારા ખિસ્સા પર થશે અસર
એક ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમ! તમારા ખિસ્સા પર થશે અસર
Layoffs 2025: TCS સહિત ત્રણ મોટી કંપનીઓએ કરી છટણી, 45000થી વધુ લોકોની જશે નોકરીઓ
Layoffs 2025: TCS સહિત ત્રણ મોટી કંપનીઓએ કરી છટણી, 45000થી વધુ લોકોની જશે નોકરીઓ
Embed widget