શોધખોળ કરો

RBI Imposes Penalty: RBI એ SBI સહિત ત્રણ સરકારી બેન્કોને ફટકાર્યો દંડ, 3.92 કરોડ રૂપિયા ભરવા પડશે

RBI Imposes Monetary Penalty: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ત્રણ મોટી જાહેર ક્ષેત્રની બેંકોને કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે

RBI Imposes Monetary Penalty: બેન્કિંગ ક્ષેત્રના નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ત્રણ મોટી જાહેર ક્ષેત્રની બેંકોને કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેન્ક અને પંજાબ એન્ડ સિંધ બેન્કનો સમાવેશ થાય છે. આરબીઆઈએ કરન્ટ એકાઉન્ટ્સ ઓપન કરવામાં KYC (Know Your Customer ) નિયમો અને એન્ટી મની લોન્ડરિંગ નિયમોના ઉલ્લંઘનને કારણે આ દંડ ફટકાર્યો છે.                             

RBIએ 21 સપ્ટેમ્બર, 2023ના રોજ જાહેર કરેલા આદેશમાં ભારતીય સ્ટેટ બેન્ક પર 1.30 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આરબીઆઈએ લોન અને એડવાન્સ અંગે સેન્ટ્રલ બેન્કની માર્ગદર્શિકાનું પાલન ન કરવાને કારણે આ દંડ લગાવ્યો છે. RBIએ તેને આપવામાં આવેલી સત્તા હેઠળ આ દંડ લગાવવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈએ 31 માર્ચ 2021ના રોજ બેન્કની નાણાકીય સ્થિતિની તપાસ કરી હતી. રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટમાં ઘણી ખામીઓ જોવા મળી હતી, જેના પછી બેન્કને નોટિસ આપવામાં આવી હતી.                                     

બેન્ક તરફથી જવાબ મળ્યા બાદ વ્યક્તિગત સુનાવણીમાં મૌખિક રજૂઆત બાદ બેન્ક દ્વારા વધારાની માહિતી આપવામાં આવી હતી. અસંતોષના કારણે આ દંડ લાદવામાં આવ્યો છે. RBIએ ઇન્ડિયન બેન્ક પર 1.62 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ દંડ ભારતીય બેન્ક પર KYC નિર્દેશોનું પાલન ન કરવા અને ડિપોઝિટ પર RBIની સૂચનાઓનું પાલન ન કરવા માટે કરવામાં આવ્યો છે.                   

આરબીઆઈએ પંજાબ એન્ડ સિંધ બેન્ક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ અંગે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટના નિયમોનું પાલન ન કરવા બદલ બેન્ક પર આ દંડ લાદવામાં આવ્યો છે. RBI એ 31 માર્ચ 2021 ના ​​રોજ બેન્કની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં બેન્કે ડિપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ હેઠળ નિયત સમયગાળામાં નાણાં જમા કરવામાં વિલંબ કર્યો હોવાનું જણાયું હતું. જે બાદ RBIએ આ દંડ લગાવવાનો નિર્ણય લીધો છે.                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget