શોધખોળ કરો
મુકેશ-નીતા અંબાણી બન્યા દાદા-દાદી, પુત્રવધૂ શ્લોકાએ પુત્રને આપ્યો જન્મ
પુત્ર આગમનને લઈ આકાશ-શ્લોકા અને અંબાણી પરિવારને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.
![મુકેશ-નીતા અંબાણી બન્યા દાદા-દાદી, પુત્રવધૂ શ્લોકાએ પુત્રને આપ્યો જન્મ Shloka Ambani delivers baby boy Mukesh Nita becomes grand parents મુકેશ-નીતા અંબાણી બન્યા દાદા-દાદી, પુત્રવધૂ શ્લોકાએ પુત્રને આપ્યો જન્મ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/10204515/ambani4.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
મુંબઈઃ ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા દાદા-દાદી બની ગયા છે. આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ આજે પુત્રને જન્મ આપ્યો છે. બાળકના આગમનથી અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે. આકાશ અને શ્લોકાએ માર્ચ 2019માં લગ્ન કર્યા હતા. પુત્ર આગમનને લઈ આકાશ-શ્લોકા અને અંબાણી પરિવારને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.
અંબાણી પરિવારના પ્રવક્તાએ આને લઈ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું છે કે, ભગવાન કૃષ્ણના આશીર્વાદથી શ્લોકા અને આકાશ અંબાણી એક દીકરાના માતા-પિતા બની ગયા છે. નીતા અને મુકેશ અંબાણી પ્રથમ વખત દાદા-દાદી બનવાથી ઘણા ખુશ છે.
નિવેદનમાં આગળ જણાવાયું છે કે, ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબે અંબાણીના પૌત્રનું સ્વાગત ખુશીથી કરવામાં આવ્યું છે. માતા અને પુત્રની તબિયત સારી છે.નવા સભ્યના આગમનથી મહેતા અને અંબાણી પરિવારમાં અપાર ખુશીનો માહોલ છે.
આકાશ અને શ્લોકા લગ્ન માર્ચ, 2019માં જિયો વર્લ્ડ સેન્ટરમાં થયા હતા. જેમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ સહિત નેતા, બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા. શ્લોકા મહેતા જાણીતા ડાયમંડ વેપારી રસેલ મહેતા અને મોના મહેતાની દીકરી છે.
![મુકેશ-નીતા અંબાણી બન્યા દાદા-દાદી, પુત્રવધૂ શ્લોકાએ પુત્રને આપ્યો જન્મ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/10204649/ambani3.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)