Stock Market Closing: ભરચોમાસે પૂરબહારમાં ખીલ્યું શેરબજાર, 800 પોઈન્ટનો ઉછાળો, માર્કેટ કેપ 296.46 લાખ કરોડની ઐતિહાસિક ટોચ પર
Closing Bell: સપ્તાનો અંતિમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક રહ્યો. આજે સેન્સેક્સ, નિફ્ટી નવી ટોચ પર બંધ થયા.
Stock Market Closing, 30th June 2023: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. શેરબજાર આજે ઐતિહાસિક સપાટીએ બંધ રહ્યું. સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ટોચ બનાવી. આજે આવેલા ઉછાળાથી રોકાણકારો પણ માલામાલ થયા છે. આજના કારોબારી દિવસની શરૂઆત તેજી સાથે થઈ હતી અને અંત પણ તેજી સાથે થયો. જેના કારણે BSEનું માર્કેટ કેપ વધીને રૂ. 296.46 લાખ કરોડ થયું છે, જે બુધવારે રૂ. 294.13 લાખ કરોડ થયું છે. આજે તમામ સેક્ટર લીલા નીશાનમાં બંધ થયા હતા.
આજે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 803.14 પોઇન્ટના વધારા સાથે 64718.56 પોઇન્ટ પર અને નિફ્ટી 216.95 પોઇન્ટ પર બંધ થયા હતા. રોકાણકારોની ખરીદી નીકળતાં આજે બજારમાં હરિયાળી આવી હતી. લગભગ 1865 શેર વધ્યા, 1543 શેર ઘટ્યા અને 132 શેર યથાવત. નિફ્ટીના ગેઇનર્સ એમએન્ડએમ, ઇન્ફોસીસ, ઇન્ડસઇન્ડ બેંક, હીરો મોટોકોર્પ અને સન ફાર્મા હતા, જ્યારે અદાણી પોર્ટ્સ, ડિવિસ લેબોરેટરીઝ, અદાણી એન્ટરપ્રાઇઝ, એપોલો હોસ્પિટલ અને બજાજ ઓટો લુઝર્સ હતા. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઈન્ડેક્સ 2.5 ટકા અને PSU બેન્ક ઈન્ડેક્સ 2 ટકા વધારા સાથે બંધ રહ્યા. ઓટો, કેપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સમાં પણ લગભગ 2 ટકા વધારો થયો, BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5 ટકા વધ્યા છે.
સેક્ટોરલ અપડેટ
આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. ખાસ કરીને નિફ્ટી આઈટીમાં 710 પોઈન્ટ અથવા 2.46 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે બેન્ક નિફ્ટીમાં 396 પોઈન્ટ અથવા 0.89 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજના કારોબારમાં નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ 227 પોઈન્ટ અથવા 0.64 ટકાના વધારા સાથે બંધ થયો હતો, જ્યારે સ્મોલ કેપ શેરોમાં પણ વધારો થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરો ઉછાળા સાથે બંધ થયા જ્યારે માત્ર 3માં ઘટાડો થયો. નિફ્ટીના 50 શેરોમાંથી 39 શેર ઉછાળા સાથે જ્યારે 11 નુકસાન સાથે બંધ થયા હતા.
રોકાણકારોની સંપત્તિમાં 2 લાખ કરોડનો ઉછાળો
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઈને સ્પર્શ્યા બાદ રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આજના ટ્રેડિંગના અંતે BSEનું માર્કેટ કેપ રૂ. 296.46 લાખ કરોડ પર બંધ થયું છે. જે અત્યાર સુધીનું ઐતિહાસિક રેકોર્ડ સ્તર છે. જ્યારે છેલ્લા સત્રમાં BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 294.30 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.16 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
Sensex jumps 803.14 points to settle at new all-time high of 64,718.56; Nifty climbs 216.95 points to end at a record peak of 19,189.05
— Press Trust of India (@PTI_News) June 30, 2023
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે સવારે સેન્સેક્સ સેન્સેક્સ 357.70 પોઈન્ટ વધીને 64,273.12 પર અને નિફ્ટી 99.50 પોઈન્ટ વધીને 19,071.60 પર ખૂલ્યા હતા. પાવર ગ્રીડ કોર્પ, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસીસ, એમએન્ડએમ અને એચડીએફસી બેન્ક નિફ્ટીમાં ટેપ ગેઈનર્સ હતા, જ્યારે બજાજ ઓટો, એચડીએફસી લાઈફ, એપોલો હોસ્પિટલ, આઈશર મોટર્સ અને નેસ્લે ઈન્ડિયા ટોપ લુઝર્સ હતા.
Join Our Official Telegram Channel: