Stock Market Holiday: શું કાલે રામનવમીના અવસર પર શેર માર્કેટ બંધ રહેશે? જાણો વિગત
Stock Market Holiday: શેરબજારમાં રોકાણ કરનારાઓના મનમાં પ્રશ્ન એ છે કે શું બુધવારે એટલે કે 17મી એપ્રિલ 2024ના રોજ રામ નવમીના દિવસે શેરબજારમાં ટ્રેડિંગ થશે?
Stock Market Holiday: શેરબજારમાં રોકાણ કરનારાઓના મનમાં પ્રશ્ન એ છે કે શું બુધવારે એટલે કે 17મી એપ્રિલ 2024ના રોજ રામ નવમીના દિવસે શેરબજારમાં ટ્રેડિંગ થશે? આવતીકાલે ભગવાન રામની જન્મજયંતિ એટલે કે રામનવમીનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવશે. આ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આવતીકાલે શેરબજારમાં ટ્રેડિંગ થશે કે પછી રજા હશે. NSE અને BSE બુધવારે એટલે કે 17 એપ્રિલ 2024 ના રોજ બંધ રહેશે.
17મી એપ્રિલે બજાર બંધ રહેશે
નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા જાહેર કરાયેલી શેરબજારની રજાઓની યાદી અનુસાર, 17 એપ્રિલ 2024ના રોજ રામ નવમીના અવસર પર બજારો બંધ રહેશે. આ સાથે બુધવારે ઇક્વિટી સેગમેન્ટ, ઇક્વિટી ડેરિવેટિવ અને SLB સેગમેન્ટમાં ટ્રેડિંગ બંધ રહેશે. કરન્સી ડેરિવેટિવ અને ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ પણ બુધવારે બંધ રહેશે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પણ પ્રથમ સત્ર માટે બંધ રહેશે અને બીજા સત્ર માટે એટલે કે સાંજે 5 થી 11.30 વાગ્યાની વચ્ચે ખુલશે.
2024માં આ દિવસોમાં શેરબજારમાં રજા રહેશે
1 મે, 2024- મહારાષ્ટ્ર દિવસ
જૂન 17, 2024- બકરી ઇદ
જુલાઈ 17, 2024- મોહરમ
15 ઓગસ્ટ, 2024- સ્વતંત્રતા દિવસ
2 ઓક્ટોબર, 2024- ગાંધી જયંતિ
નવેમ્બર 1, 2024- દિવાળી
નવેમ્બર 15, 2024- ગુરુ નાનક જયંતિ
ડિસેમ્બર 25, 2024- ક્રિસમસ
આ રાજ્યોની બેન્કોમાં પણ રજા રહેશે-
શેરબજાર ઉપરાંત અનેક રાજ્યોમાં આવતીકાલે રામનવમી નિમિત્તે બેન્કોમાં રજા રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, દેહરાદૂન, ગંગટોક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનઉ, પટના, રાંચી, શિમલા, મુંબઇ અને નાગપુરમા 17 એપ્રિલે બેન્કો બંધ રહેશે. આવી સ્થિતિમાં જો તમે આ શહેરોમાં રહો છો તો તમારે તમારું કામ અગાઉથી કરવું જોઈએ.