Stock Market LIVE Updates: ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 180 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી પણ ડાઉન
સેન્સેક્સમાં 182.49 પોઈન્ટ અથવા 0.32 ટકાના ઘટાડા બાદ 57,179ની સપાટી જોવા મળી રહી છે અને નિફ્ટી 0.18 ટકાની નબળાઈ સાથે 30.35 પોઈન્ટ ઘટીને 17,122 પર આવી ગયો છે.
Background
બજારમાં રિકવરી
નીચલા સ્તરેથી બજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. નિફ્ટીએ નીચલા સ્તરેથી 180 પોઈન્ટ સુધાર્યા છે. સેન્સેક્સે નીચલા સ્તરેથી 600 પોઈન્ટ સુધાર્યા છે. નિફ્ટી બેન્ક નીચલા સ્તરથી 630 પોઈન્ટ સુધર્યો છે.
ક્રૂડમાં કડાકો
ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 120 ડોલર થઈ ગઈ છે. બ્રેન્ટ $119 ની ઉપર ખુલ્યો અને હાલમાં $117 ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. બ્રન્ટની કિંમત આજ સુધીમાં લગભગ 2.75% નીચે છે. WTI ની કિંમત ઘટીને $115 થઈ ગઈ છે. આજે, WTI ની કિંમત અત્યાર સુધીમાં લગભગ 3.50% ઘટી છે. MCX પર ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 2%નો ઘટાડો થયો છે.
ક્રૂડ ઓઈલના ઘટાડાને જોઈએ તો રશિયા-યુક્રેન યુદ્ધ 32માં દિવસે પણ ચાલુ છે. તુર્કીમાં આજે યુક્રેન-રશિયાની વાતચીત ચાલી રહી છે. ઇયુએ રશિયન તેલ પર પ્રતિબંધો લાદ્યા નથી. યુએસ રિઝર્વમાંથી ક્રૂડ બહાર પાડી શકે છે. ઈરાન ડીલ પર ટૂંક સમયમાં વાતચીત થવાની આશા છે. ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીનના ઘણા શહેરોમાં લોકડાઉન વધી ગયું છે. ચીનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ, ફેક્ટરીઓ બંધ છે. કોરોનાને કારણે ચીનમાં માંગમાં ઘટાડો થવાની સંભાવના છે.





















