શોધખોળ કરો

Tesla in India: ભારત આવી રહી છે ટેસ્લાની ટીમ, ઇલેક્ટ્રિક કારની ફેક્ટરી માટે શોધશે જમીન

Tesla in India:અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા ભારતમાં મોટું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે

Tesla in India:  અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા ભારતમાં મોટું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, એલન મસ્કે ભારતમાં લગભગ 3 અબજ ડોલર (2 અબજ 50 કરોડ 28 લાખ 68 હજાર 500 રૂપિયા)ની ફેક્ટરી સ્થાપવાની યોજના તૈયાર કરી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટેસ્લાની ટીમ એપ્રિલના અંતમાં ફેક્ટરી માટે જમીન શોધવા માટે ભારત આવવાની છે.

ભારતમાં રોકાણ શા માટે?

ટેસ્લાના આ પગલા પાછળ ઘણા કારણો હોઈ શકે છે:

ટેસ્લાના મુખ્ય બજારો અમેરિકા અને ચીનમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઘટી છે અને સ્પર્ધા પણ વધી રહી છે. આ કારણે, કંપનીએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં ડિલિવરીમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું બજાર ઝડપથી વધી રહ્યું છે. સરકારે 2030 સુધીમાં 30 ટકા કારને ઈલેક્ટ્રિક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

સરકારી નીતિઓ

ભારત સરકારે તાજેતરમાં કેટલાક ઇલેક્ટ્રિક વાહનો પરના આયાત કરમાં ઘટાડો કર્યો છે, જો કે કંપનીઓ ભારતમાં ઉત્પાદન શરૂ કરે અને રોકાણ કરે તેવી શરત રાખવામાં આવી છે. ટેસ્લા માટે આ એક મોટું પ્રોત્સાહન છે.

અહેવાલ મુજબ, ટેસ્લા મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જ્યાં ઓટોમોટિવ હબ પહેલેથી અસ્તિત્વમાં છે.

ભારતમાં ટેસ્લાના પ્રવેશની શું અસર થશે?

વિશ્લેષકો માને છે કે ટેસ્લાના ભારતમાં પ્રવેશથી ઘણા ફાયદા થશે. ટેસ્લાનું આગમન અન્ય કંપનીઓને પણ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. ટેસ્લા તેના વાહનો માટે સ્થાનિક ઓટો પાર્ટ્સ ઉત્પાદકો પાસેથી માલ ખરીદશે, જેનાથી તેમને ફાયદો થશે. ટેસ્લાનો પ્લાન્ટ હજારો લોકોને રોજગાર આપશે.

ટેસ્લા અને ભારત સરકાર વચ્ચે વાતચીત

ટેસ્લાના અધિકારીઓ છેલ્લા એક વર્ષથી સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. જૂનમાં મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. કંપનીએ ગયા વર્ષે જૂલાઈમાં કહ્યું હતું કે તે 24,000 ડોલરની કિંમતની ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે ભારતમાં ફેક્ટરી સ્થાપવામાં રસ ધરાવે છે.

ટેસ્લાનો ભારતમાં પ્રવેશ કરવાનો નિર્ણય ભારતીય ઇલેક્ટ્રિક વાહન બજાર માટે એક મોટું પગલું હશે. આનાથી માત્ર રોકાણ અને રોજગારીની તકો વધશે નહીં, પરંતુ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદનના ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક હબ બનવામાં પણ મદદ મળશે.

ટોપ સ્ટોરી

FSSAI એ દૂધ, દહીં અને પનીર પર નવા નિયમ કર્યાં જાહેર, જાણો શું થયો ફેરફાર
FSSAI એ દૂધ, દહીં અને પનીર પર નવા નિયમ કર્યાં જાહેર, જાણો શું થયો ફેરફાર
પેટીએમના ગ્રાહકો માટે ખુશખબર! RBIએ ડિજિટલ વૉલેટ સેવા શરૂ કરવા આપી પ્રારંભિક મંજૂરી
પેટીએમના ગ્રાહકો માટે ખુશખબર! RBIએ ડિજિટલ વૉલેટ સેવા શરૂ કરવા આપી પ્રારંભિક મંજૂરી
પેન્શનધારકો ધ્યાન આપો! 30 નવેમ્બર છેલ્લી તારીખ, UMANG એપથી ઘરે બેઠા બનાવો લાઈફ સર્ટિફિકેટ
પેન્શનધારકો ધ્યાન આપો! 30 નવેમ્બર છેલ્લી તારીખ, UMANG એપથી ઘરે બેઠા બનાવો લાઈફ સર્ટિફિકેટ
Gold Price: સોનાના ભાવમાં કડાકો, એક જ દિવસમાં ₹2,200નો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Price: સોનાના ભાવમાં કડાકો, એક જ દિવસમાં ₹2,200નો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલની મુલાકાતથી ફેલાઇ અનેક અટકળો, શું NCPના વિલયની તૈયારીઓ?
સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલની મુલાકાતથી ફેલાઇ અનેક અટકળો, શું NCPના વિલયની તૈયારીઓ?
Embed widget